મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી એટલે ગુનેગારોનો ઉતારો વધુ એક વખત સાબિત થયું : મહિસાગર જિલ્લામાંથી યુવતીને ભગાડીને મોરબી રહેતા શખ્સની કરાઈ ધરપકડ


SHARE







મોરબી એટલે ગુનેગારોનો ઉતારો વધુ એક વખત સાબિત થયું : મહિસાગર જિલ્લામાંથી યુવતીને ભગાડીને મોરબી રહેતા શખ્સની કરાઈ ધરપકડ

મોરબીમાં સિરામિક, નળીયા, ઘડિયાળ, પેપર ઉદ્યોગ, સનમાઈકા ઉદ્યોગ અને અન્ય તેને લગતા અનેક ઉદ્યોગો આજે ફુલ્યાફાલ્યા છે જેને લઇને મોરબી સમગ્ર ગુજરાત જ નહીં ભારતભરમાં પ્રખ્યાત બન્યું છે.આજે સમગ્ર ભારતના જુદા જુદા રાજ્યોમાંથી અહીં મજૂરી કામ માટે લોકો આવીને વસવાટ કરતા હોય છે પરંતુ સાથે સાથે છેલ્લા દોઢ દાયકામાં અહીં ગુનાખોરીએ પણ માથું ઉચક્યું છે તે નરી વાસ્તવિકતા છે.અનેક પ્રકારના ગંભીર ગુનાઓ આચરીને આરોપીઓ મોરબીના જુદા જુદા કારખાનાઓની અંદર મજૂરી કામ કરવા લાગતા હોય છે અને યુનીટના લેબર કવાટરમાં રહેવા લાગતા હોય તેવા અનેક બનાવો સામે આવી ચૂક્યા છે.તેમા વધુ એક બનાવનો ઉમેરો થયો છે.જેમાં મહીસાગર જિલ્લાના પેરોલ ફર્લોની ટીમને મળેલ બાતમીના આધારે તેઓનો સ્ટાફ મોરબી આવ્યો હતો અને મોરબીના શનાળા ગામ પાસે આવેલ વોટરપાર્કમાંથી ત્યાંના બનાવમાં આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડવામાં આવ્યો હતો.

મહીસાગર જીલ્લાની પેરોલ ફર્લોની ટીમને મળેલી બાતમી આધારે તેઓના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનાની તપાસમાં સ્ટાફ મોરબી આવ્યો હતો અને અહીં મોરબીના શનાળા ગામ પાસે આવેલ સંગમ વોટર પાર્કમાં સર્ચ કરવામાં આવતા ત્યાંથી તેઓના વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવેલ યુવતી મળી આવી હતી અને ભોગ બનનાર યુવતીની સાથે આરોપી પ્રશાંત ઉર્ફે પસો વિનુભાઈ બારીયા (ઉમર ૨૪) રહે.છોગાળા પંચમહાલ વાળો પણ મળી આવ્યો હતો જેથી કરીને હાલ બંનેને હસ્તગત કરીને તપાસના કામે મહીસાગર લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

જામનગરના દેવુભા ચોક ખાતે રહેતા વિશાલ હેમંતભાઈ રાઠોડ નામના ૨૬ વર્ષના યુવાનને મોરબી નજીકના શનાળા ગામે આવેલ પોલીસ ચોકી પાસે કોઈ બાબતે મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા આ બાબતે પ્રાથમિક નોંધ કરીને આગળની તજવીજ શરૂ કરાઈ હતી.

રાજકોટ હાઇવે મારામારી

મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ અજંતા ક્લોક પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવમાં ઇજાઓ થવાથી બલરામભાઈ શ્રીરામશંકર યાદવ (ઉમર ૩૪) રહે.અજંતા ક્લોક પાસે રાજકોટ હાઇવે વાળાને અત્રેની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે સિટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરી તપાસ કરાવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા રોડ ઉપર સમયના ગેઇટ પાસે આવેલ મોમ્સ હોટલના ઢાળિયા પાસેથી બાઈક લઈને જતા સમયે રસ્તામાં ત્યાં બાઈક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં ઇજા પામેલા અરવિંદભાઈ રતનસીભાઈ પગી (ઉમર ૪૨) રહે.વાવડી રોડ મોરબી વાળાને ઇજાઓ પહોંચી હતી.જેથી તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યાંથી યાદી આવતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ નોંધ કરીને તપાસ કરી હતી.

વૃદ્ધ સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે રહેતા શામજીભાઈ બેચરભાઈ ખાવડીયા નામના ૭૩ વર્ષના વૃદ્ધને અકસ્માતે ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.આ બાબતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાંથી મળતી માહિતી મુજબ મોરબીના શનાળા-કંડલા બાયપાસ પાસે આવેલ વિરાટ હોટલ પાસે બાઈકના પાછળના ભાગે બેસીને જતા સમયે તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને શામજીભાઈ ખાવડીયાને ઇજાઓ પહોંચતા સારવાર માટે લઈ જવાયા હતા.






Latest News