મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

ગુજરાતની શાખનો દૂર ઉપયોગ કરીને નસીલી સિરપ પહોચતી બાંગલાદેશ !: રવિ કંડિયા જેલ હવાલે


SHARE







ગુજરાતની શાખનો દૂર ઉપયોગ કરીને નસીલી સિરપ પહોચતી બાંગલાદેશ !: રવિ કંડિયા જેલ હવાલે

મોરબી નજીકના રંગપર ગામે આવેલા ગોડાઉનમાંથી નસીલી સિરપની ૯૦૦૦૦ બોટલો પકડવામાં આવી હતી અને સિરપની બોટલોને ટાઇલ્સના બોક્સમાં રિપેકિંગ કરીને પછી મોકલવામાં આવતી હતી જે ગુનામાં મુખ્ય સૂત્રધાર રવિ કંડીયાની ધરપકડ કરીને તેના રિમાન્ડ લીધા હતા જે રિમાન્ડ પૂરા થાત તેને હાલમાં પોલીસે જેલ હવાલે કરેલ છે જો કે, નસીલી સિરપને ૩૮૦૦ કિલો મીટર સુધી વાહનોમાં ફેરવીને કેમ બાંગ્લાદેશ મોકલાવતા હતા જે બાબતને લઈને મોટો ખૂલશો થયેલ છે અને ગુજરાતનાં કન્ટેનરને બાંગલાદેશની બોર્ડ ઉપર ચેક કરવામાં ન આવે તે માટે તેમાં ટાઇલ્સની આડમાં નસીલી સિરપની બોટલોને બાંગલાદેશ સુધી પહોચડવામાં આવતી હતી અને માત્ર ૨૦૦ રૂપિયાની આ બોટલના ૭૦૦ થી ૮૦૦ રૂપિયા સુધી તેઓને મળતા હોવાનું સામે આવ્યું છે જોકે, હજુ મસુદ આલમ પકડાશે પછી વધુ માહિતી સામે આવે તેવી શક્યતા છે

મોરબીના રંગપર નજીક આર-ટાઇલ નામનું ગોડાઉન આવેલ છે ત્યાં એલસીબીની ટીમે થોડા સમય પહેલા રેડ કરી હતી અને નશાકારક કોડીન યુકત કફ સીરપની બોટલોનો જથ્થો પકડ્યો હતો ત્યારે ગોડાઉનમાંથી નશાકારક કોડીન યુકત કફ સીરપની ૪૫૦ પેટીઓ જેમાં ૯૦,૦૦૦ જેટલી બોટલો ત્યાંથી મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧,૮૪,૯૩,૨૦૦ ની સિરપની બોટલો સહિત કુલ મળીને ૨,૦૪,૫૬,૨૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલા ત્રણ સહિત ૬ શખ્સોની સામે એનડીપીએસની જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનામાં ગેરકાયદેસર રીતે નશાકારક કોડીન યુકત કફ સીરપની બોટલો ગોડાઉનમાં રાખનાર રવિ મહિપતભાઈ કંડિયાની પોલીસે ધરપકડ કરીને તેના કોર્ટમાંથી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થયા હાલમાં આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરેલ છે

 

વધુમાં તપાસનીશ અધિકારી એચ.એ. જાડેજા પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ આ ગુનામાં અત્યા સુધીમાં કુલ મળીને ચાર આરોપીઓને પકડવામાં આવેલ છે જેમાં ગોડાઉન સંચાલક મનીષભાઇ હરીભાઇ ઝાલાવાડીયા, ટ્રક ચાલક સરફરાજભાઇ રબ્બાનીભાઇ સૈયદ, કલીનર મહમદઅબ્દુલકરીમ મહમદઅબ્દુલરહેમાન તેમજ ગોડાઉન ભાડે રાખનાર રવિ મહિપતભાઈ કંડિયાનો સમાવેશ થાય છે અને તે ચારેય આરોપીઓને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે જો કે, આરોપી રવિ કંડિયાની પ્રાથમિક પૂછપરછમાં તે આ ગુનામાં પકડવાના બાકી માલ મોકલાવનાર આરોપી મસુદ આલમ સાથે બાંગ્લાદેશ પણ ગયો હતો અને અગાઉ જે બે વખત કુલ મળીને ૪૫૦ પેટી માલ આવ્યો હતો તેને મોરબીથી એટીએમ કાર્ગોના કન્ટેનર મારફતે ત્રિપુરા સુધી લઈ ગયા હતા અને ત્યાંથી નસીલી સિરપની બોટલોને ટાઇલ્સના કન્ટેનરમાં ભરીને બોર્ડર ક્રોસ કરીને બાંગલાદેશ મોકલાવવામાં આવી છે જેથી નસીલા કારોબારના આંતરરાષ્ટ્રીય લેવલે તાર જોડાયેલ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી

અત્રે ઉલેખનીય છે કે, મોરબીથી ઝારખંડ ૧૮૦૦ કિલો મીટર થાય છે અને મોરબીથી ત્રિપુરા પણ ૧૮૦૦ કિલો મીટર થયા છે તો માત્ર રિપેકિંગ માટે ૩૮૦૦ કિલો મીટર સુધી વાહનમાં નસીલી સિરપ કે જે પકડાઈ તો એનડીપીએસનો ગુનો બને છે તેની આરોપીઓને જાણ હતી છતાં શા માટે ગુજરાત સુધી તે કોડીન યુક્ત કફ સિરપની બોટલોને રિપેકિંગ માટે લઈને આવ્યા હતા તે સૌથી મોટો સવાલ હતો તેનો પોલીસ પાસેથી મળેલ જવાબ મુજબ ગુજરાતની આંતર રાષ્ટ્રીય લેવલે બોર્ડ ઉપર શાખ સારી છે જેથી કરીને અહીથી જે કોઈપણ વસ્તુઓને કન્ટેનર મારફતે મોકલાવવામાં આવે છે તેમાં ચેકિંગ ઓછું કરવામાં આવતું હોય છે તેનો લાભ લઈને આરોપી મસુદ આલમ કે જેનું ગામ બાંગ્લાદેશની બોર્ડરથી માત્ર ત્રણ જ કિલો મીટરના અંતરે આવેલ છે તો પણ તે ૩૮૦૦ કિલો મીટર દૂર સુધી નસીલી સિરપ જથ્થો મોકલીને તેને રિપેક કરીને કન્ટેનર મારફતે બાંગલાદેશ સુધી લઈ જતો હતો તેવી માહિતી સામે આવી રહી છે એટ્લે કે ગુજરાતની શાખનો ઉપયોગ કરીને નસીલી સિરપને બીજા દેશમાં લઈ જતાં હતા જો કે, મસુદ આલમ પકડશે પછી શું બહાર આવે તેના ઉપર સહુનો નજર મંડાયેલ છે






Latest News