મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી : સતવારા સમાજની વાડી ખાતે યોજાયેલ કેમ્પનો ૧૪૦ લોકોએ લાભ લીધો


SHARE









મોરબી : સતવારા સમાજની વાડી ખાતે યોજાયેલ કેમ્પનો ૧૪૦ લોકોએ લાભ લીધો

અહિંના મનીષાબેન મનહરલાલ રાવલના પૌત્ર શ્લોક અને પૌત્રી સ્વરાના જન્મ દિવસ નિમિત્તે તેઓના ફૈબા નિવેદિતા શાસ્ત્રીએ અનેરી ભેટ સ્વરૂપે ડો.હસ્તીબેન મહેતાના ૧૪૦ માં એક દિવસીય કેમ્પનું આયોજન સતવારા સમાજની વાડી રાધે કૃષ્ણ મંદિર પાસે મોરબી ખાતે કરવામાં આવ્યું હતુ.જેમાં દર્દીને વજન કરી, તપાસીને ત્રણ દિવસની દવા તેમજ જરૂરિયાત મૂજબ ૩૦ જેટલા દર્દીઓનું બ્લડ સુગર ટેસ્ટ તેમજ બીપી ફ્રી માં ચેક કરી આપવામાં આવ્યા હતા. સાથોસાથ જયસુખભાઈ ભાલોડિયા દ્વારા વા, સાંધા, કમર, ખભા જેવા હાડકાંના દુઃખવામાં  પોઇન્ટ દ્વારા વિશિષ્ટ પ્રકારની સારવાર કરવામાં આવી હતી.સારવારથી દર્દીઓએ રાહત અનુભવી હતી.કેમ્પના દાતા કુ.નિવેદિતા શાસ્ત્રી તેમજ રાવલ પરિવાર દ્વારા ડો.હસ્તીબેન મહેતાને ચેક અર્પણ કરવામાં આવેલ.કેમ્પને સફળ બનાવવા માટે ભાવેશ ભાઈ કાંઝરિયા, પ્રવીણભાઈ સોનગ્રા, પ્રકાશભાઈ સોનગ્રા, આરતીબેન રત્નાણીએ જહેમત ઉઠાવેલ.કેમ્પ સહાયક તરીકે કોઠારીભાઈ, રશ્મિનભાઈ દેસાઈ, દર્શના ત્રિવેદી, કૌશિકા રાવલ તેમજ ચંદ્રલેખા મેહતાએ સેવા આપી હતી




Latest News