મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીનાં મનોદિવ્યાંગ જય ઓરિયાને ધ ગાર્ડિયન એન્જલ એવોર્ડ મળ્યો


SHARE









મોરબીનાં મનોદિવ્યાંગ જય ઓરિયાને ધ ગાર્ડિયન એન્જલ એવોર્ડ મળ્યો

વડોદરા ખાતે ગુજરાતભરનાં સ્પેશીયલ નીડ ફિલ્ડનાં સ્પેશીયલ ચાઈલ્ડમાં મોરબીનાં જય ઓરિયાને તેમના નિરંતર પ્રયાસો વડે "બેસ્ટ સોસિયાલિઝમ" બદલ આ એવોર્ડ મળેલ છે.મનોદિવ્યાંગ ઉત્થાન ક્ષેત્રે કાર્યરત વ્યાવસાયિકો તેમજ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતાં બાળકો અને તેઓના વાલીઓ માટે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ભવ્ય કાર્યક્રમમાં ૧૨ જેટલી કેટેગરીના ૮૦ થી વધુ દિવ્યાંગજનોને સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં મોરબીનાં જય ઓરિયાને "ધ ગાર્ડિયન  સુપર એન્જલ એવોર્ડ" મળેલ છે.વડોદરા ખાતેનો આ કાર્યક્રમ ખુબ જ પ્રેરણાદાયી બનેલ છે.પ્રયત્નશીલ દિવ્યાંગ બાળકો તેમજ પેરેંન્ટ્સ તેમજ તે ક્ષેત્રે કાર્યરત કેટેગરીના લોકો માટે આ એવોર્ડ્સએ ગૌરવની બાબત છે.

મનોદિવ્યાંગ બાળકોનાં ક્ષેત્ર સાથે સંકળાયેલ તમામ કેટેગરીનાં શ્રેષ્ઠ લોકોને તેમનાં સેવા સમર્પણભાવને ત્યાં સન્માનીત કરવામાં આવેલ છે.ખાસ તો દિવ્યાંગ ક્ષેત્રે સુપર એન્જલ હીરોને શોધીને "ધ ગાર્ડિયન એન્જલ એવોર્ડ" થી સન્માનિત કરવામાં આવે છે.હાલના સમયમાં વર્તમાન જોડાણ વડે મનો દિવ્યાંગ બાળકનાં જીવનનાં સામાજિકરણ માટે મહત્ત્વપૂર્ણ છે.અનુભવોની પ્રક્રિયા દ્વારા બાળકો ઘણી પ્રગતિ સાધી શકે છે.સમયનાં પ્રવાહ મુજબ આવા બાળકોનું સામાજિકણ કરવા મનોવૈજ્ઞાનિક ટેકનિકોનો સમજપૂર્વક ઉપયોગ કરીને સારા પરિણામો મેળવી શકાય છે અને તે આજના સમયની તાતી પણ જરૂરિયાત છે.દિવ્યાંગ બાળકોનું આ સન્માન યોજવા બદલ આયોજકોનો દિવ્યાંગ બાળકોના પરિવારજનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




Latest News