મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સરકારી, અર્ધસરકારી, પંચાયતના વિશ્રામગૃહ, ડાકબંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગ પર નિયંત્રણો મુકાયા


SHARE







મોરબી જીલ્લામાં સરકારી, અર્ધસરકારી, પંચાયતના વિશ્રામગૃહ, ડાકબંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગ પર નિયંત્રણો મુકાયા

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના અનુસંધાને અનુસરવાની આદર્શ આચારસંહિતાની અમલવારી કરવા સરકારી, અર્ધસરકારી, પંચાયતના વિશ્રામગૃહ, ડાકબંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગ પર નિયંત્રણો મુકવામાં આવેલ છે. ભારતના ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ આચારસંહિતા બાબતની ઉકત સુચનાઓની ચુસ્ત અમલવારી થઇ શકે તે માટે મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા મોરબી જિલ્‍લાના તમામ શહેરો અને સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં તા.૧૫/૫/૨૦૨૪ સુધી પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા છે.

મોરબી જિલ્‍લાનાં સમગ્ર વિસ્તારમાં આવેલ સરકારી, અર્ધસરકારી આરામગૃહો, ડાકબંગલાઓ, વિશ્રામગૃહો તથા સરકરી રહેણાંકનો તેની સાથે જોડાયેલ આંગણ, કમ્પાઉન્ડ સહિત કોઇ રાજકીય પક્ષના હોદેદારો, ચૂંટણી લડતા ઉમેદવારો તેમના ચૂંટણી એજન્ટોએ રાજકીય હેતુસર કે ચૂંટણી વિષયક કે ચૂંટણી પ્રચાર-પ્રસારના હેતુસર ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ વિશ્રામગૃહ, અતિથિગૃહ, ડાકબંગલાના સ્થળે રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મીટીંગ યોજવા પર, આવા આવાસના કમ્પાઉન્ડમાં રાજકીય ચૂંટણી હેતુ માટે ઉપયોગમાં લેવાના વાહનો પાર્કીંગ કરવા પર, ચૂંટણી પ્રચાર હેતુ માટે આવતા કોઇપણ મહાનુભાવોને મતદાન પુરું થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ/અતિથિગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવા પર પરંતુ જે રાજકીય પદાધિકારીઓને Z કક્ષાની કે રાજયના કાયદાની જોગવાઇ અનુસાર સમાન કે તેથી વધુ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવેલ હોય તેમને વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે સિવાય કે આવો રૂમ ચૂંટણી ફરજ પર નિમાયેલ અધિકારી/નિરિક્ષક્ને અગાઉથી ફાળવવામાં આવેલ ન હોય પરંતુ આવી Z સ્કેલની સીક્યુરીટી ધરાવતા વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહે તે દરમિયાન કોઇપણ પ્રકારની રાજકીય પ્રવૃતિ હાથ ધરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.






Latest News