મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

લો બોલો, મોરબી જીલ્લામાં દારૂના વેચાણ માટે પણ પગારદાર કર્મચારીને રાખ્યો !


SHARE







લો બોલો, મોરબી જીલ્લામાં દારૂના વેચાણ માટે પણ પગારદાર કર્મચારીને રાખ્યો !

વાંકાનેર તાલુકાનાં હસનપર ગામની સીમમા આવેલ સ્મશાન પાસેથી બાઇક લઈને પસાર થતાં યુવાનને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી ૩૪ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો અને જે શખ્સ પાસેથી દારૂનો જથ્થો મળી આવેલ છે તેને દારૂના વેચાણ માટે ૪૦૦ રૂપિયાની મજૂરી ચૂકવવામાં આવતી હોવાની માહિતી સામે આવી છે જેથી કરીને પોલીસે અન્ય બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં હસનપર ગામની સીમમા આવેલ સ્મશાન પાસેથી બાઇક લઈને પસાર થતાં યુવાનને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી ૩૪ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે શંકરભાઇ આશારામભાઇ નાઇક જાતે ભીલ (ઉ.૨૨) રહે. હાલ હસનપર મુળ રાણાસરખુરજ તાલુકો લુડામાલાણી વાળાની બાઇક નંબર જીજે-૦૩-ઇકે-૫૬૨૪ સહિત કુલ ૧૫,૬૮૦ ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં એવિ માહિતી સામે આવી છે કેમાલાભાઇ ભરવાડ નામના શખ્સે તેને દારૂનું વેચાણ કરવાં માટે ૪૦૦ રૂપિયાની મજૂરીએ રાખેલ હતો અને પીન્ટુભાઇ નામના શખ્સે હાલમાં પકડાયેલા શખ્સને દારૂ વેચાણ કરવા માટે આપેલ હતો જેથી પોલીસે આઇપીસી કલમ ૬૫ એઇ, ૯૮(૨), ૮૧ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 






Latest News