મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીના અમરાપર (ના) ગામની સીમમાંથી દેશીદારૂ બનાવવાનો ૬૫૦ લિટર આથો ઝડપાયો, બુટલેગરની શોધખોળ


SHARE













મોરબીના અમરાપર (ના) ગામની સીમમાંથી દેશીદારૂ બનાવવાનો ૬૫૦ લિટર આથો ઝડપાયો, બુટલેગરની શોધખોળ

મોરબી તાલુકામાં મોટા પ્રમાણમા દેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે તેવામાં મોરબીના અમરાપર (નાગલપર) ગામની સીમમાં દેશી દારૂ બનાવવામાં આવતો હોવાની હક્કિત મળી હતી જેના આધારે ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૬૫૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે મુદામાલ કબજે કરીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અમરાપર (નાગલપર) ગામની સીમમાં દેશી દારૂ બનાવવામાં આવતો હોવાની હક્કિત મળી હતી જેના આધારે ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સરકારી ખરાબાવાળી જગ્યામાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો મોટા પ્રમાણમા મળી આવ્યો હતો અને નાના-મોટા ૭ બેરલ મળી આવતા પોલીસે કુલ મળીને દેશીદારૂ બનાવવાનો ૬૫૦ લિટર આથો અને અન્ય મુદામાલ મળીને કૂલ ૧૬૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે અને આ આથો વિજયભાઇ વેલજીભાઇ રૂદાતલા જાતે કોળી રહે. અમરાપર વાળાનો હોવાનું સામે આવ્યું છે જેથી તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

એક બોટલ દારૂ

મોરબીના સામાકાંઠે કુળદેવી પાન પાસેથી પસાર થતાં યુવાનને રોકીને પોલીસે તલાશી લેતા તે યુવાનની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂની શીલ પેક એક બોટલ મળી આવી હતી જેથી પોલિસે .૩૭૫ ની કિંમતના દારૂ સાથે કિશનભાઇ ધીરૂભાઇ પારેખ જાતે વાણીયા ઉ.૨૫, રહે. રામકુષ્ણ સોસાયટી સામાકાંઠે મોરબી-૨ વાળાની ધરપકડ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબીના રવાપર રોડ પાસે આવેલ પરસોતમચોક નજીક રાષ્ટ્રીય શાળા પાસેથી પસાર થતાં બાળકિશોરને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી દારૂની એક સીલપેક બોટલ મળી આવી હતી જેથી કરીને ૩૦૦ ના દારૂ સાથે બાળકિશોરને કબજામાં લઈને આગળની કાર્યવાહી કરેલ છે અને તેની પાસેથી જે દારૂની બોટલ મળી હતી તે સીદીક ઇસ્માઇલભાઇ ચાનીયા રહે, વાધપરા વાળા પાસેથી મેળવી હોવાનું તેને જણાવ્યુ છે જેથી પોલીસે તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News