મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ગોકુલનગરમાં ઘરમાં સગીરાએ ન કરવાનું કર્યું


SHARE









મોરબીના ગોકુલનગરમાં ઘરમાં સગીરાએ ન કરવાનું કર્યું

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ગોકુલનગરમાં રહેતી સગીરાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના બનાવ અંગેની મૃતક સગીરાના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ ગોકુલનગર શેરી નં-૨૦ માં રહેતા કિરીટભાઈ ગોવિંદભાઈ ભોજવીયા જાતે દેવીપુજક (૧૯) ની ૧૪ વર્ષની દીકરી વૈશાલી કિરીટભાઈ ભોજવિયાએ પોતે પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ પ્રભાતભાઈ ચાવડા ચલાવી રહ્યા હોવાની માહિતી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના માધાપર શેરી નં-૨૧ માં રહેતા કેસરબેન ધનજીભાઈ નકુમ (૬૯) નામના વૃદ્ધા તેના દીકરાના બાઈકમાં પાછળ બેસીને બોરીયા પાટીના નાલા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓની સાડીનો છેડો બાઇકમાં આવી જતા અકસ્માતે તેઓ બાઈક ઉપરથી નીચે પડી ગયા હતા અને તેઓને ઈજા થઇ હોવાથી ઇજા પામેલ મહિલાને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News