ટંકારા નજીકથી ૬૦૦ લિટર દેશીદારૂ ભરેલી કાર સાથે એક શખ્સ ઝડપાયો
મોરબીના મચ્છુ-૨ ડેમ પાસે મચ્છી મારી કરવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
SHARE









મોરબીના મચ્છુ-૨ ડેમ પાસે મચ્છી મારી કરવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
મોરબીના જોધાપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમ પાસે નદીમાં ડેમના પાટીયા પાસે મચ્છી મારી કરવા માટે એમપીનો યુવાન ગયો હતો ત્યારે પાણીમાં ડૂબી જવાથી તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેની બોડીને પીએમમાં ખસેડવામાં આવી હતી અને બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જોધાપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમ પાસે નદીમાં ડેમના પાટીયા પાસે મચ્છી મારી કરવા માટે એમપીનો યુવાન ગયો હતો ત્યારે પાણીમાં ડૂબી જવાથી તે યુવાનનું મોત નીપજયું હતું જેની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાંતીલાલ ભલાભાઇ દેવકરીયા જાતે આદીવાસી (ઉવ.૪૩) રહે. હાલ જુના જાબુડીયા જુપડામાં મુળ થોરીયાપાળા (મધ્ય પ્રદેશ) વાળો મચ્છુ-૨ ડેમ પાસે નદીમાં ડેમના પાટીયા પાસે મચ્છી મારી કરવા માટે ગયો હતો ત્યારે પાણીમાં ડુબી જતા તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેની બોડીને પીએમમાં ખસેડવામાં આવી હતી અને બનાવની તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
