મોરબીના મચ્છુ-૨ ડેમ પાસે મચ્છી મારી કરવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
મોરબીમાં દશેરાએ બ્રહ્મ સમાજ, રાજપૂત સમાજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું
SHARE









મોરબીમાં દશેરાએ બ્રહ્મ સમાજ, રાજપૂત સમાજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું
ગઇકાલે દશેરાના દિવસે ઠેરઠેર શસ્ત્ર પૂજન કરાયું હતું ત્યારે મોરબીમાં દશેરાએ બ્રહ્મ સમાજ, રાજપૂત સમાજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું હતું જેમાં સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા
સમસ્ત બ્રહ્મ સમાજ
મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગઇકાલે ગાયત્રી મંદિર ખાતે શાસ્ત્ર અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ના આચાર્ય પદે શાસ્ત્રીજી અમિતભાઈ પંડ્યા હાજર રહ્યા હતા અને સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાન અનિલભાઈ મહેતા, ભુપતભાઈ પંડ્યા, બી.કે. લહેરુ, મુકેશભાઈ જાની, મધુભાઈ ઠાકર, મુકેશભાઈ પંચોલી, નીમેશભાઈ અંતાણી, મુકુંદભાઈ જોષી, શાસ્ત્રીજી વિપુલભાઈ શુક્લ, કિશોરભાઈ પંડ્યા, નરેન્દ્રભાઇ મેહતા, સુરેશભાઈ ત્રિવેદી, નીરજભાઈ ભટ્ટ, ધ્યાનેશભાઈ રાવલ, શીતલબેન દવે, નલીનભાઇ ભટ્ટ, ધિરેનભાઈ ઠાકર વગેરે હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ તેમજ મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઇ જોષી તથા સમસ્ત બ્રહ્મસમાજની ટીમે જહેમત ઉઠાવી હતી.
રાજપૂત સમાજ
મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરાના દિવસે દરવર્ષે રેલી યોજીને શનાળા ગામે આવેલ શક્તિ માતાજીનાં મંદિરે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે જો કે, આ વર્ષે રેલીનું આયોજન કરવામાં આવ્યું ન હતું અને આ વર્ષે માત્ર મંદિરે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને શકત શનાળા ગામે શક્તિ માતાજી મંદિર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજા, માજી પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, દિલાવરસિંહ ઝાલા, ઉપેન્દ્રસિંહ ઝાલા, અભિજીતસિંહ જાડેજા, નિરૂભા ઝાલા સહિતના રાજપૂત સમાજના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા અને શસ્ત્ર પૂજન કર્યું હતું
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ
મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા ગઇકાલે દશેરાના પર્વ નિમિતે શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન શસ્ત્રપુજન કાર્યક્રમ યોજવામા આવ્યો હતો ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગીરીશભાઈ ઘેલાણી, સી.ડી.રામાવત, હિતેશભાઈ જાની, નિર્મિત કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, પોલાભાઈ પટેલ, મનિષભાઈ પટેલ, હસુભાઈ પંડિત, દીનેશભાઈ પારેખ, દીનેશ સોલંકી, અમિત પોપટ, જીતુભાઈ કોટક તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ ના પ્રભુભાઈ નકુમ, વસંતભાઈ પરમાર, ગોપાલભાઈ નકુમ, ઈશ્વરભાઈ કંઝારીયા સહીતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને શસ્ત્રપુજન કર્યુ હતુ.
