મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારા ડૉ.આંબેડકર ભવન ખાતે નાગપુરનાં મિશનરીઓનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો


SHARE









ટંકારા ડૉ.આંબેડકર ભવન ખાતે નાગપુરનાં મિશનરીઓનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો

સમસ્ત ભારતભરમાં બૌદ્ધ ધમ્મ અને ફૂલે આંબેડકરી ચળવળને વેગ આપનાર, અનેક બુદ્ધ વિહાર તેમજ આંબેડકર ભવન કે સામાજિક સ્થળો પર લાખોની કિંમતે તથાગત ગૌતમ બુદ્ધ તથા બાબાસાહેબ ડૉ.આંબેડકરની પ્રતિમાઓનું દાન કરીને સમાજને ધમ્મ, શિક્ષણ અને સંગઠન પ્રત્યે પ્રેરણા આપનાર જીંદાદિલ ઈન્સાન દિવંગત સંજય મિશ્રામ સાહેબનાં ધર્મ પત્નિ કલ્પનાબેન મેશ્રામ તથા એમનો મિશનરી પરિવાર નાગપુરથી ટંકારા આવ્યો હતો ત્યારે ટંકારા તાલુકા અનુસુચિત સમાજ દ્વારા એમનું ખુબ ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. દિવંગત સંજય મેશ્રામનાં પરિવાર પ્રત્યે ઋણ સ્વિકાર કાર્યક્રમ રાખેલ હતો. જેમાં મેશ્રામજીનાં તૈલી ચિત્રને ફુલહાર અર્પણ કરીને, બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. નાગપુરથી આવેલા કલ્પનાબેન મેશ્રામ તેમજ પોરબંદરથી આવેલા ભંતેજી પ્રજ્ઞારત્નજી તથા સા.ન્યાય સમિતિનાં પ્રવાહક અશોકભાઈ ચાવડા, પુનાભાઈ સોલંકી, મોહનભાઈ ચૌહાણ, પ્રવિણભાઈ મેશ્રામ, સંકલ્પ બુદ્ધ વિહારનાં સંયોજક રાજેશભાઈ ચાવડા, મનોજભાઈ ચૌહાણ, દેવેન્દ્ર ભાઈ, રમેશભાઈ પારઘી વગેરે મહાનુભાવો ને શાલ અને ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ભંતે પ્રજ્ઞારત્નજીએ બૌદ્ધ ધમ્મ દેશના આપી હતી. અને અશોકભાઈ ચાવડા તેમજ પુનાભાઈ સોલંકીએ પ્રસંગને અનુરૂપ શાબ્દિક પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમ માટે રમેશભાઈ રાઠોડ, નાગજીભાઈ ચૌહાણ, પ્રવિણભાઈ પાંચાલ, મહેશભાઈ લાધવા, વિઠ્ઠલભાઈ સોલંકી, મોહનભાઈ ચૌહાણ, મહેશભાઈ સારેસા, હિરાભાઈ જાદવ, એડ.મનશુખભાઈ ચૌહાણ, કૌશિકભાઈ પારિયા, ઉમેશભાઈ ગોહિલ, મોતીભાઈ ચૌહાણ, વિનોદભાઈ પાટડિયા, મહેશભાઈ વરણ, વાલજીભાઈ સોલંકી, હસમુખભાઈ રાઠોડ વગેરે યુવાનો અને વડિલોએ જહેમત ઉઠાવી હતી.




Latest News