મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસેની બેંકના એટીએમને તોડવાનો પ્રયાસ


SHARE











મોરબીના લાલપર પાસેની બેંકના એટીએમને તોડવાનો પ્રયાસ

મોરબી પંથકમાં આગૌ એટીએમ મશીનોને નિશાન બનાવવામાં આવ્યા હોવાની ઘટના અનેક વખત બની છે તેવામાં મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામ પાસે વધુ એક એટીએમ મશીનને નિશાન બનાવવામાં આવ્યું હતું અને એકઝીસ બેન્કમાં એટીએમને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે, મશીન તૂટ્યું ન હોવાથી ચોરી થયેલ નથી પરંતુ અવાર નવાર આવી ઘટનાઓ બની રહી હોવાથી પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે સવાલો ઉઠી રહ્યા છે

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલી એકઝીસ બેંકમાં એટીએમમાં તોડફોડ કરીને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સૂત્રોમાંથી જાણવા મળી રહી છે. મળતી વિગતો મુજબ લાલપર ગામે આવેલ એક્સિસ બેન્કના એટીએમને તસ્કરો દ્રારા ટાર્ગેટ કરવામાં આવ્યું હતું અને એટીએમ તોડવાનો પ્રયાસ કરાયો હતો જે દરમિયાન એટીએમમાં નુકસાની થવા પામી છે. સદભાગ્યે એટીએમ તુટ્યુ ન હોય ચોરી થયેલ નથી. જો કે એટીએમમાં ચોરીના પ્રયાસે એટીએમમાં તોડફોડની ઘટના પણ કંઇ નાની નથી.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સદભાગ્યે એટીએમ તુટયુ ન હોય રોકડ રકમની ચોરી થયેલ નથી જો એટીએમ ટુટ્યુ હોત તો મોટી રકમની ચોરી પણ થઇ શકેત. અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલાં પણ વાંકાનેર હાઇવે ઉપર તેમજ મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર તથા મોરબી નજીકના હળવદ તાલુકાનાં ચરાડવા ગામની પાસે એમ અલગ અલગ જગ્યાઓએ એટીએમ તોડવાના બનાવો સામે આવ્યા છે વળી આવતા દિવસોમાં દિવાળી જેવો તહેવાર પણ આવી રહ્યો હોય પોલીસ સતર્ક રહે અને નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી મોરબીવાસીઓમાં લોકમાંગ ઉઠી રહી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ યોગી સેનેટરીના લેબર કવાટરમાં રહીને મજૂરીકામ કરતા ભાનુબેન રમેશભાઈ મકવાણા નામની મહિલા પતિ સાથે બાઈકમાં બેસીને માળીયા તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં માળીયા હાઈવે ઉપરના લક્ષ્મીનગર ગામ પાસેની હોટલ મઢુલી પાસે તેઓનું બાઇક સ્લીપ થઇ જવાનો બનાવ બન્યો હતો જેમાં ઇજાગ્રસ્ત થયેલ ભાનુબેન મકવાણાને અહીંની આયુષ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરેલ છે.

ઝેરી અસર થતાં સારવારમાં

મોરબી તાલુકાના રાજપર ગામે વાડી વિસ્તારમાં ખેત મજૂરીનું કામ કરતો બચુભાઈ વિરસિંગભાઈ પરમાર નામનો ૪૮ વર્ષીય મજૂર યુવાન ખેતરમાં મોનોકોટો નામની ઝેરી દવાનો છંટકાવ કરી રહ્યો હતો તે દરમિયાનમાં તેને ઝેરી અસર થવાથી બચુભાઇને આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.એલ.પરમારે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News