મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમ લગ્ન કરનારા યુવાનને માર મરનારા ત્રણ શખ્સોની ધરપકડ


SHARE











મોરબીમાં પ્રેમ લગ્ન કરનારા યુવાનને માર મરનારા ત્રણ શખ્સોની ધરપકડ

મોરબીના ત્રાજપર ગામમાં રહેતો યુવાન અગાઉ ભરવાડ સમાજની દીકરીને ભગાડી ગયો હતો જે વાતનો ખાર રાખીને મોરબીના શક્તિચોકમાં યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ત્રાજપર ગામમાં રહેતા અમીતભાઈ જગદીશભાઈ ટીડાણી જાતે કોળી (ઉ.૨૭) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટકો ભરવાડ રહે. શોભેશ્વર ધાર વિસ્તાર અન્ય બીજા બે શખ્સો એમ કુલ મળીને ત્રણ શખ્સોની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મોરબીના શક્તિચોક તથા વીશીપરા હનુમાનજી મંદીરની પાસે આરોપીઓએ તને માર માર્યો હતો કેમ કે, ફરિયાદી ટકો ભરવાડના સમાજની છોકરીને આજથી છએક માસ પહેલા ભગાડી ગયેલ હતો તે વાતનુ મન;દુખ રાખીને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપીને ટકો ભરવાડે લાકડી વડે જમણા પગમા ફેકચર તથા જમણા હાથમા તથા શરીરે મુઢ ઈજાઓ કરી હતી તેમજ અન્ય બે શખ્સોએ લાકડી વડે માર માર્યો હતો જેથી યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને આ ગુનામાં  હિતેશ ઉર્ફે ટકો રાજુભાઇ મુંધવા જાતે ભરવાડ (૨૧) રહે. શોભેશ્વર ધાર, શામજી કાનજીભાઇ રાવા જાતે ભરવાડ (૧૯) રહે, વીસીપરા અને વિજય નગજીભાઇ રાવા જાતે ભરવાડ (૨૭) રહે, વીસીપરા વાળાની પીએસઆઈ વી.આર.શુક્લ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે






Latest News