મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના જયસુખભાઈ પટેલ જેલ મુક્ત: જિલ્લામાં રહેવું નહીં, કોર્ટની પરવાનગી વગર દેશ છોડવો નહીં સહિત સાત શરતો કોર્ટે મૂકી


SHARE







મોરબીના જયસુખભાઈ પટેલ જેલ મુક્ત: જિલ્લામાં રહેવું નહીં, કોર્ટની પરવાનગી વગર દેશ છોડવો નહીં સહિત સાત શરતો કોર્ટે મૂકી

મોરબી જુલતા પુલ દુર્ઘટના કેસમાં પકડાયેલા આરોપી જયસુખભાઈ પટેલના સુપ્રીમ કોર્ટમાંથી જામીન મંજૂર થયા છે ત્યારે મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે જામીન માટેની શરતો નક્કી કરવાની હતી જેના માટે આજે મોરબીની કોર્ટ દ્વારા જયસુખભાઈ પટેલને મોરબી જિલ્લામાં રહેવું નહીં તેમજ દેશ છોડીને કોર્ટની પરવાનગી વગર જવું નહીં તે સહિત કુલ સાત શરતોના આધારે જામીન મુક્ત કરેલ છે

મોરબીમાં તાય ૩૦/૧૦/૨૨ ના રોજ ઝુલતોપુલ તૂટી પડ્યો હતો ને તેમાં કુલ મળીને ૧૩૫લોકોના મોત થયા હતા જે કેસમાં કુલ ૧૦ આરોપી પકડાયા હતા તેમાંથી મોટાભાગના આરોપીઓના હાઇકોર્ટમાંથી જામીન મંજુર થઈ ગયા હતા જોકે હાઇકોર્ટમાંથી જયસુખભાઈ પટેલના અગાઉ જામીનના નામંજૂર કરવામાં આવ્યા હતા જેથી કરીને તેઓ વકીલ મારફતે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે ગયા હતા અને ત્યાં તેઓના જામીન મંજૂર કરવામાં આવેલ છે જોકે સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને શરતો નક્કી કરવા માટે થઈને આદેશ કર્યો હતો જેથી કરીને આજે મોરબીના લાલબાગમાં આવે ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ તથા જયસુખભાઈ પટેલના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી બાદ મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા સાત શરતોના આધારે જયસુખભાઈ પટેલના જામીન મુક્ત કરવા ઓર્ડર કરેલ છે જેમાં જયસુખભાઈ પટેલે એક લાખ ના જામીન આપવાના, આ કેસના સાક્ષીઓને ડરાવવા ધમકાવા કે પ્રલોભણ ન આપવા, જયસુખભાઈ પટેલ ની પાસે રહેલ પાસપોર્ટ તેમણે સાત દિવસમાં મોરબી કોર્ટમાં જમા કરાવો, તેઓએ કોર્ટની મંજૂરી વગર દેશ છોડવો નહીં, કાયદો વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવો, હાલનું તેમનું રહેણાંકનું એડ્રેસ આપવું અને તેમના મોબાઈલ નંબર કે રહેણાક તે બદલે તો તેની જાણ કોર્ટ ને કરવાની રહેશે અને સૌથી મહત્વનું કે મોરબીની કોર્ટમાં ચાલતા કેસમાં જ્યારે ટ્રાયલ હોય ત્યારે તે આવી શકે છે બાકી તેમને મોરબી જિલ્લાની બહાર રહેવાનું છે. અને મોરબી જિલ્લામાં આવવા માટે તેઓએ પહેલા કોર્ટની મંજૂરી લેવી પડશે આ શરતોને આધારે તેઓને મોરબીની જેલમાંથી ૪૦૦ દિવસ કરતા વધુ સમયગાળા બાદ મુક્ત કરવામાં જામીન મંજુર કરવામાં આવેલ છે 






Latest News