મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વાંકાનેર-ટંકારા તાલુકામાંથી બે પિસ્તોલ-એક કટ્ટા સાથે ત્રણની ધરપકડ 


SHARE









મોરબી જિલ્લાના વાંકાનેર-ટંકારા તાલુકામાંથી બે પિસ્તોલ-એક કટ્ટા સાથે ત્રણની ધરપકડ 

મોરબી જિલ્લા એલસીબી અને એસઓજીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વાંકાનેર અને ટંકારા તાલુકામાંથી બે દેશી બનાવટની પિસ્તોલ અને એક દેશી કટ્ટા સાથે કુલ મળીને ત્રણ વ્યક્તિઓને પકડવામાં આવેલ છે અને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં જુદાજુદા ત્રણ ગુના નોંધવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા જુદાજુદા બે વિસ્તારમાંથી હથિયાર સાથે બે આરોપીને પકડવામાં આવેલ છે જેમાં વાંકાનેર તાલુકાના ભલગામના બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપરથી વાંકાનેર મિલ પ્લોટમાં રહેતો નેકમામદ ઈબ્રાહીમ ભટ્ટી (૬૬) વાળો પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી કટ્ટો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દેશી હાથ બનાવટના લોખંડના એક કટ્ટા સાથે પોલીસે ૫૦૦૦ નું હાથીયર કબજે કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે આવી જ રીતે ટંકારાની ખીજડીયા ચોકડી સમા હોટેલ પાસેથી ટંકારામાં રહેતો રજાક ઉર્ફે કલો હસન મકવાણા (૩૭) વાળો  પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને ચેક કરતાં તેની પાસેથી ગેરકાયદેસર હાથ બનાવટની લોખંડની પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને આરોપી રજાક મકવાણાની ધરપકડ કરીને તેની પાસેથી ૧૦ હજારની કિંમતનું હથિયાર કબ્જે કરેલ છે અને તેની સામે ટંકારા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે તો મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી અને વાંકાનેરના ઢુવા માટેલ રોડ પર ઇટાલીકા કારખાના પાસેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને ચેક કરતાં તેની પાસેથી એક  દેશી હાથ બનાવટની પિસ્તલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૦ હજારની કિંમતનું હથિયાર કબજે કરેલ છે અને આરોપી સમીર ખમીશા કાતીયાર (૩૦) રહે.  ભગવતી પરા  રાજકોટ વાળાને પકડીને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે 




Latest News