મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામેથી પરણીતા ગુમ


SHARE









મોરબીના રફાળેશ્વર ગામેથી પરણીતા ગુમ

મોરબી નજીકના રફાળેશ્વર ગામે આવેલ સોનલ સોસાયટીમાં રહેતી પરણીતાને હિન્દી ભાષા સાથે સંબંધ હોય તે તેની સાથે જતી રહેલ છે જેથી કરીને હાલમાં ગુમ થયેલ પરણીતાના પતિ દ્વારા ગુમસુધા ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને પરણિતને શોધી કાઢવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીક રફાળેશ્વર ગામે આવેલ સોનલ સોસાયટી મફતિયાપરામાં રહેતા વિશાલભાઈ ભુપતભાઈ પરમાર જાતે અનુ. જાતિ (૨૯)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પત્ની ભાવનાબેન વિશાલભાઈ પરમાર જાતે અનુ. જાતિ (૨૫) વાળા ગુમ થયા હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ગત તા. ૨૫/૩ ના રોજ બપોરના ૧૧.૫૪ વાગ્યાથી દોઢ વાગ્યા સુધીના સમયગાળામાં તેના પત્ની તેના ઘરેથી પ્રેમી લવકુશ હિન્દીભાષા રહે. હાલ પાનેલી રોડ સોનાટા સીરામીક મૂળ રહે. મધ્યપ્રદેશ વાળાની સાથે જતી રહેલ હોય ગુમ થયેલ છે જે બાબતની ફરિયાદ ગુમ થયેલ પરણિતાના પતિએ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે તે અંગેની નોંધ કરી ગુમ થયેલ પરણિતાને શોધવા માટે થઈને હાલમાં તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં આવેલ ખોખાણી શેરીમાં રહેતા સુરેશભાઈ જયંતીલાલ પારેખ (૩૯) નામનો યુવાન મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસે હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તે યુવાનને ઈજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં તેને લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે




Latest News