મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના અણીયારી ગામ નજીકથી સગીરાનું અપહરણ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ


SHARE







મોરબીના અણીયારી ગામ નજીકથી સગીરાનું અપહરણ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ

મોરબી તાલુકાના અણીયારી ગામ પાસે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીરવયની દીકરીનું લલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે અપહરણ કરવામાં આવેલ હોય ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને આગળની તજવીજ શરૂ કરી છે.

આ બાબતે મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના અણીયારી ગામે વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરીનું કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના પરિવારની સગીર વયની દીકરીનું અજાણ્યા ઇસમ દ્રારા અપહરણ કરવામાં આવેલ હોય અને હાલ આરોપી કોણ છે..? તેની ભોગ બનેલ સગીરાના પરિવારને પણ જાણ ન હોય ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા તાલુકા પોલીસ મથક ખાતે અજાણ્યા ઇસમની સામે અપહરણ અંગે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.જેથી હાલ તાલુકા પોલીસ દ્વારા અપહરણની ફરિયાદ નોંધીને.ભોગ બનેલ સગીરાને શોધવા માટે તેમજ આરોપીને પકડવા માટે આગળની તજવીજ શરૂ કરાયેલ છે.

વાહન રીપેર કરતા યુવાનના પગ ઉપરથી અન્ય વાહનના ટાયર ફરી વળતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબીના ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતો યુવાન વાહનની નીચે જઈને રીપેરીંગનું કામકાજ કરતો હતો ત્યારે તેના પગ ઉપરથી અન્ય કારનું ટાયર ફરી વળતા તેને ઈજાઓ પહોંચી હતી.મોરબી તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સંજય અનિલભાઈ નાગહ (૩૯) રહે.વીરપર તાલુકો ટંકારા નામનો યુવાન મોરબી તાલુકાના કેરાળા ગામ નજીક હાઇવે ઉપર ગાડીની નીચે જઈને ગાડીનું રીપેરીંગનું કામ કરતો હતો ત્યારે કોઈ અજાણી કારના ટાયર તેના પગ ઉપરથી ફરી વળતા ડાબા પગના ભાગે ઇજા પામેલ હાલતમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા ઉપરોક્ત બનાવની નોંધ કરીને આગળની તજવીજ શરૂ કરાઈ હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ગુંગણ ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજા પામેલ પાયલબેન સુરેશભાઈ ઝિંઝુવાડીયા નામની ૩૫ વર્ષીય મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલએ લાવવામાં આવી હતી.તેણીની ઉપર લાકડી વડે હુમલો કરવામાં આવેલો હોવાથી તેણીને ઇજાઓ પહોંચી હતી.હાલ હોસ્પિટલ ખાતેથી આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવેલી હોવાથી તાલુકા પોલીસ મથકના જનકસિંહ પરમાર દ્વારા આ બનાવની નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News