મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં પરણીતાના ચરિત્ર ઉપર શંકા કરીને પતિ, સાસુ અને સસરા દ્વારા મારકૂટ

SHARE

મોરબીમાં પરણીતાના ચરિત્ર ઉપર શંકા કરીને પતિ, સાસુ અને સસરા દ્વારા મારકૂટ

મોરબીના જેલ રોડ ઉપર આવેલ બોરીચાવાસ સમસુંદીનના બંગલાની બાજુમાં રહેતી પરણીતા ઉપર તેના પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ચારિત્રની શંકા કરવામાં આવતી હતી અને કરિયાવર બાબતે મેણાંટોણા મારીને મારકૂટ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને ભોગ બનેલ પરણીતા દ્વારા મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં તેના પતિ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેલ રોડ ઉપર આવેલ બોરીચાવાસમાં સમસુંદીનના બંગલાની બાજુમાં રહેતા રજીયાબેન પરવેઝભાઈ મોગલ (ઉમર ૨૮) નામની મહિલાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ પરવેઝભાઈ અબ્દુલભાઈ મોગલ, સસરા અબ્દુલભાઈ હુસેનભાઇ મોગલ અને સાસુ શાહીદાબેન અબ્દુલભાઈ મોગલ રહે. બધા બોરીચાવાસ સમસુદ્દીનના બંગલાની બાજુમાં મોરબી ની સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેણીને જણાવ્યુ છે કે, આરોપીઓ તેણીના ચરિત્ર ઉપર શંકા કરીને કરિયાવર બાબતે મેણાંટોણા મારતા હતા અને મારકૂટ કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા જેથી હાલમાં ભોગ બનેલ પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.વધુ તપાસ મોરબી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એચ.લખધીરકા ચલાવી રહ્યા છે.

ગળેફાંસો ખાઈ જતા યુવતી સારવારમાં

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા રાધાબેન ગુણવંતભાઈ દેગામા નામની ૧૮ વર્ષની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેણીને સારવાર માટે મોરબીના સામાકાંઠે આવેલ ખાનગી સમર્પણ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી સિવિલ હોસ્પિટલે રીફર કરવામાં આવ્યા હતા અને બાદમાં સિવિલ હોસ્પિટલ ખાતેથી પુન: ખાનગી સમર્પણ હોસ્પિટલએ લાવવામાં આવ્યા હતા અને હાલ તેણી બેભાન હાલતમાં હોવાનું જાણવા મળેલ છે.તા.૨૫-૩ ના સાંજના ચારેક વાગ્યાના અરસામાં બનેલા ઉપરોક્ત બનાવમાં રાધાબેન દેગામાને હાલ બેભાન હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે અને આ બનાવ હળવદ તાલુકા પોલીસ મથક વિસ્તારનો હોવાથી આગળની તપાસ અર્થે ત્યાં જાણ કરવામાં આવી હોવાનું મોરબી સ્થાનિક પોલીસમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના જોધપર નદી ગામેથી કામકાજે બહાર જઈ રહેલા જોધપરના જ રહેવાસી નવઘણભાઈ પ્રેમજીભાઈ કગથરા નામના ૬૬ વર્ષના આધેડના મોટરસાયકલ સાથે ગામ નજીક કુતરું અથડાયું હતું જેથી વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઇજા પામેલા નવઘણભાઈ કગથરાને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.આ બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી રહી છે.

Latest News