મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકાથી લઈને સંસદ સુધી ભાજપ તો પણ લોકો પ્રાથમિક સુવિધાઓને જ ઝંખે: કોંગ્રેસના ઉમેદવાર નિતેષ લાલન


SHARE









મોરબીમાં પાલિકાથી લઈને સંસદ સુધી ભાજપ તો પણ લોકો પ્રાથમિક સુવિધાઓને જ ઝંખે: કોંગ્રેસના ઉમેદવાર નિતેષ લાલન

કચ્છ મોરબી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિતેષ લાલન આજે મોરબી માળીયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે જનસંપર્ક માટે આવ્યા હતા અને ત્યારે તેમણે જણાવ્યું હતું કે મોરબીમાં પાલિકાથી લઈને સંસદ સુધી ભાજપ છે તો પણ આજની તારીખે મોરબીના લોકો પ્રાથમિક સુવિધાઓને ઝંખી રહ્યા છે અને અહીના સિરામિક ઉદ્યોગકારો પણ અનેક પીડાઓથી પીડાઇ રહ્યા છે ત્યારે તમામ લોકોએ કોંગ્રેસને આ ચૂંટણીમાં પ્રચંડ બહુત આપીને વિજેતા બનાવવાનું મન બનાવી લીધું છે

હાલમાં લોકસભા ૨૦૨૪ થી ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે અને આગામી ૭ મી મેના રોજ લોકસભાની ચૂંટણી માટેનું મતદાન થવાનું છે ત્યારે રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે અને તેના દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવેલ છે જેના ભાગરૂપે કચ્છ મોરબી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિતેષ પરબતભાઈ લાલન આજે મોરબી માળીયા વિધાનસભા બેઠકના કાર્યકર્તાઓની મુલાકાતે આવ્યા હતા અને ત્યારે કચ્છ અને મોરબી જિલ્લામાં કોંગ્રેસને ખૂબ સારું વાતાવરણ છે તેવો વિશ્વાસ તેમને વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે મોરબી પાલિકાથી લઈને સંસદ સુધી ભાજપ હોવા છતાં પણ આજની તારીખે મોરબીમાં એક પણ પર્યટન સ્થળ નથી, લોકો સારી પ્રાથમિક સુવિધાઓ ઝંખે છે, સિરામિક ઉદ્યોગમાં ત્રણ લાખ જેટલા લોકો બહારથી રોજગારી મેળવવા અને વેપાર ધંધા માટે આવતા હોય છે તેમ છતાં પણ તેઓ માટે સારી રેલવેની સુવિધા નથી, એરપોર્ટ બનાવવાની વાતો વર્ષ ૨૦૦૭ થી કરવામાં આવે છે પણ આજની તારીખે ત્યાં માત્ર દીવાલ જ બનાવવામાં આવી છે આમ પ્રાથમિક સુવિધાઓની સામાન્ય નાગરિકથી લઈને સિરામિક ઉદ્યોગકાર સહિતના લોકો ઝાંખી રહ્યા છે આટલું જ નહીં મોરબીના સિરામિક ઉદ્યોગમાં ૩૫ ટકા જેટલો હિસ્સો નેચરલ ગેસનો છે અને નેચરલ ગેસને જીએસટીમાં સમાવવામાં આવેલ નથી જેથી મોરબીના ઉદ્યોગકારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે ઉદ્યોગકારોથી લઈને સામાન્ય નાગરિક સુધીના તમામ લોકો ભાજપથી નારાજ છે અને આ ચૂંટણીની અંદર સો ટકા કચ્છ મોરબી બેઠક ઉપરથી ભાજપને હરાવીને કોંગ્રેસનો વિજય થવાનો છે કારણ કે મતદારોએ જ કોંગ્રેસને વિજય બનાવવાનું મન બનાવી લીધું છે આ કાર્યક્રમમાં માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરા, મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ગીરીશભાઈ પેથાપરા, પંકજભાઈ રાણસરિયા મનોજભાઈ પનારા, રાજુભાઇ આહીર, રાજુભાઇ કાવર, અલ્પેશભાઇ કોઠીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા






Latest News