મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

પ્રેમ સંબંધનો કરુણ અંજામ: મોરબી જીલ્લામાં બહેનના ઘર સંસારને બચાવવા સગીર દીકરીની માતા, પિતા સહિત ત્રણે કરી હત્યા


SHARE















પ્રેમ સંબંધનો કરુણ અંજામ: મોરબી જીલ્લામાં બહેનના ઘર સંસારને બચાવવા સગીર દીકરીની માતા, પિતા સહિત ત્રણે કરી હત્યા

વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે રહેતી સગીરાને પ્રેમ સંબંધ હોય તે મોબાઈલ ફોન ઉપર તેના પ્રેમી સાથે વાત કરતી હતી જે બાબતની જાણ તેની માતાને થઈ જતા તેણે ફોન ઉપર તેની દીકરીને પ્રેમી સાથે વાત કરવાની એક વાર નહીં અવારનવાર ના પાડી હતી અને સમજાવી હતી તેમ છતાં પણ સગીરા સમજતી ન હતી અને તેના પ્રેમી સાથે ફોન ઉપર વાતો કરતી હતી દરમિયાન તેની માતાને સગીરા ફોનમાં વાત કરતી હોવાની જાણ થઈ જતા તેણે તેની પાસેથી મોબાઇલ લઈ લીધો હતો અને તેનું સીમકાર્ડ ચાવીને તોડી નાખ્યું હતું ત્યારબાદ રાત્રે સગીરા જ્યારે તેના ઘરે સૂતી હતી ત્યારે સગીરાને પિતાએ તેના પગ પકડી રાખ્યા હતા અને તેનું મોટી બહેને તેના હાથ પકડી રાખ્યા હતા અને તેની માતાએ તેના મોઢા ઉપર ઓશીકું રાખીને મૂંગો દઈ દીધો હતો અને ત્યારબાદ હાથ અને દુપટ્ટા વડે ગળા ટુંપો આપીને તેની હત્યા કરી નાખી હતી અને હત્યાના આ બનાવને હાર્ટ એટેકમાં ખપાવવાનો પ્રયાસ મૃતક સગીરાની માતા-પિતા અને બહેને કર્યો હતો જોકે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું ત્યારે સગીરાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા હાલમાં મૃતકના કૌટુંબિક કાકાએ નોંધવાએલ ફરિયાદ આધારે પોલીસે મૃતક સગીરાની માતા, પિતા અને બહેનની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વર્તમાન સમયમાં ઘણી વખત સમાજ માટે લાલબતી સમાન કિસ્સાઓ બનતા હોય છે આવો જે કિસ્સો વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામે બનેલો છે જેમાં સગીરાને પ્રેમ સંબંધ હોય તે તેના પ્રેમની સાથે મોબાઈલ ફોન ઉપર વાત કરતી હતી અને તેને પ્રેમી સાથે વાત ન કરવા માટે થઈને અવારનવાર તેની માતા દ્વારા તેને સમજાવવામાં આવી હતી તેમ છતાં પણ તે સમજેલી ન હતી અને અંતે આ પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો છે જેમાં સગીરાની હત્યા કરવામાં આવી છે અને હાલમાં સગીરાની માતા, પિતા અને બહેનની સામે હત્યાનો ગુનો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે અને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી મળતી પ્રમાણે વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે રહેતા દિનેશભાઈ ગૌરીદાસ ગોંડલીયા જાતે બાવાજી (૪૪)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ રવિરામભાઈ ગોંડલીયા, સુરેખાબેન મહેશભાઈ ગોંડલીયા અને હિરલ મહેશભાઈ ગોંડલીયા રહે. બધા દિઘલીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપી મહેશભાઈ ગોંડલીયાની દીકરી રીંકલ મહેશભાઈ ગોંડલીયા (૧૬) વાળીને રાહુલ નામના શખ્સની સાથે પ્રેમ સંબંધ હોય તે તેની સાથે મોબાઈલ ફોન ઉપર વાત કરતી હતી જે અંગેની તેની માતા સુરેખાબેનને ખબર પડી ગઈ હતી જેથી કરીને તેણે રીંકલને તેના પ્રેમી સાથે મોબાઈલ ફોન ઉપર વાત ન કરવા માટે સમજાવ્યું હતું તેમ છતાં પણ તે ન સમજતા અને તેના પ્રેમી સાથે તે ફોન ઉપર વાત કરશે તેવી જીદ કરી હતી જેથી કરીને રાત્રિના ત્રણ વાગ્યે રીંકલ પોતાના ઘરે સૂતી હતી ત્યારે તેના પિતા મહેશભાઈ ગોંડલીયાએ તેના પગ પકડી રાખ્યા હતા અને તેની બહેન હિરલ ગોંડલીયાએ તેના બંને હાથ પકડીને તેના પેટ ઉપર બેસી ગઈ હતી અને ત્યારબાદ સુરેખાબેનને રીંકલના મોઢા ઉપર ઓશિકાથી મૂંગો દઈ દીધો હતો અને હાથેથી તથા દુપટ્ટા વડે ગળા ટૂંપો આપીને રીંકલની હત્યા કરી નાખી હતી ત્યારબાદ ત્રણેય વ્યક્તિઓ ઘરમાં જાણે કશું થયું નથી તે રીતે સૂઈ ગયા હતા અને સવારે તેના ઘરમાંથી રડવાનો અવાજ આવતો હતો જેથી કરીને ફરિયાદી તેના ઘરે ગયા હતા અને ત્યાં જોયું તો રીંકલ મૃત હાલતમાં પડી હતી અને તેની માતા-પિતા અને બહેને રીંકલને હાર્ટ એટેક આવી ગયો છે તેવું જણાવ્યું હતું

જોકે મૃતક રીંકલ ગોંડલીયાના ગળા ઉપર નિશાન જોવા મળતા હતા જેથી કરીને તેને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટની હોસ્પિટલે લઈ જવામાં આવી હતી જો કે, રીંકલની બોડીને રાજકોટ લઈ જતા હતા ત્યારે રસ્તામાં મહેશભાઈ અને સુરેખાબેનને ફરિયાદીએ એવું પૂછ્યું હતું કે જો રીંકલનું હાર્ટ અટેકથી મોત થયું હોય તો રાજકોટ પીએમ માટે ડોક્ટર શા માટે મોકલે જેથી તે બંને ગભરાઈ ગયા હતા અને કહ્યું હતું કે અમારાથી ભૂલ થઈ ગયેલ છે અને જણાવ્યું હતું કે તા. ૨૫/૩/૨૪ ના રોજ રાત્રિના ૧૨:૩૦ વાગ્યે બધા ઘરમાં સુઈ ગયા હતા ત્યારે મહેશભાઈ તેની પત્ની સુરેખાબેન અને દીકરો ઓસરીમાં સુતા હતા અને રીંકલ ઘરમાં ખાટલામાં સૂતી હતી તથા હિરલ બીજી બે બહેન પણ સૂતી હતી ત્યારે રિંકલ બામણબોર ગામે રહેતા રાહુલ મુકેશભાઈ કાપડિયાની સાથે ફોન ઉપર વાત કરતી હતી અને ફોન તેની માતાએ પકડી લીધો હતો અને રીંકલને અવારનવારના પાડવા છતાં પણ તે તેની સાથે ફોન ઉપર વાત કરતી હોય સીમકાર્ડ કાઢીને ચાવીને તોડી નાખ્યું હતું અને કહ્યું હતું કે રીંકલ તારી સગાઈ થઈ ગયેલ છે અને તને અગાઉ ના પાડેલ છે તેમ છતાં પણ તું રાહુલ સાથે ફોન ઉપર વાત કેમ કરે છે તારા અને રાહુલના પ્રેમ સંબંધના કારણે તારી બહેન હિરલની નણંદના રાહુલ સાથે છૂટાછેડા થઈ ગયા છે છતાં તું તેની સાથે પ્રેમ સંબંધ રાખે છે હવે તારી બેન હિરલનું પણ ઘર નહીં ચાલે તેમ કહી રીંકલને સમજાવતા હતા ત્યારે તેને કહ્યું હતું કે મને મારવી હોય તો મારી નાખો જેથી કરીને સુરેખાબેનને ગુસ્સો આવ્યો હતો અને ત્યારબાદ બધા સૂઈ ગયા હતા અને રાત્રે સુરેખાબેનને મહેશભાઈ ને કહ્યું હતું કે રીંકલને બહુ સમજાવી પણ તે સમજતી નથી અને જો તે કંઈ કરશે તો મોઢું દેખાડી શકશું નહીં અને હિરલનું ઘર પણ તૂટી જશે તેવી વાત કરી હતી અને રાત્રે ૩ વાગ્યે રીંકલ જ્યારે સૂતી હતી ત્યારે તેને પકડી રાખીને ઓશીકાથી મુકો દઈને તેની હત્યા કરી નાખી હતી હાલમાં મૃતક સગીરાના કુટુંબની કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને મૃતક સગીરાની માતા, પિતા અને બહેનને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે






Latest News