મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી: સાળાને ઉછીના આપેલા રૂપિયા બનેવીએ પાછા માંગતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો, મહિલાએ આપઘાત કર્યો


SHARE









મોરબી: સાળાને ઉછીના આપેલા રૂપિયા બનેવીએ પાછા માંગતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો, મહિલાએ આપઘાત કર્યો

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતી મહિલાના ભાઈને તેના પતિએ હાથ ઉછીના રૂપિયા આપેલ હતા જે તેની પાસેથી પાછા માંગતા મહિલાને સારું લાગ્યું ન હતું અને પતિ પત્ની વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારબાદ મહિલાને લાગી આવતા તેણે લેબર ક્વાર્ટરમાં પંખાના હુકમાં તે પટ્ટી બાંધીને તેના વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેને મૃતદેહને વાંકાનેરની સરકારી લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ બ્રાવેટ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂર કામ કરતા રાધાબેન દિનેશભાઈ વર્મા (૩૭) નામની મહિલાએ પોતાના લેબર ક્વાર્ટરની અંદર પંખાના હુકમાં ખાટલાની કાપડની મજબૂત પટ્ટી બાંધીને તેના વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની દિલીપભાઈ ઉર્ફે દીપકભાઈ ભીમજીભાઇ મેરજા જાતે પટેલ (૪૫) રહે. આલાપ રોડ દેવપાર્ક સુંદરમ હાઈટ્સ બ્લોક નંબર ૪૦૧ મોરબી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક મહિલાના ભાઈને તેના પતિએ ઉછીના પૈસા આપેલા હતા જે પૈસા તેની પાસેથી પરત માંગ્યા હતા જે મહિલાને સારું નહીં લાગતા પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારે મરણજનાર મહિલાને લાગી આવતા તેણે લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે અંગેની વાંકાનેર તાલુકા પોલીસ નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

રીક્ષા પલ્ટી મારી ગઈ

માય માળીયા હાઇવે રોડ ઉપર આવેલ રામદેવ હોટલ સામે રસ્તા ઉપરથી રીક્ષા પસાર થઈ હતી ત્યારે ત્યાં રીક્ષા પલ્ટી મારી ગઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં માળિયામાં રહેતા રિયાઝ રમજાનઅલી કમાણી (૨૦) નામના યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે




Latest News