મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે કામ ધંધો ન કરતાં યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE







મોરબીના મકનસર ગામે કામ ધંધો ન કરતાં યુવાને અંતિમ પગલું ભર્યું

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના ભાઈ તેના મૃતદેજને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામે રહેતા અમૃતભાઈ સિધ્ધરાજભાઈ જીંજુવાડીયા (૩૫) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેના ભાઈ જીગ્નેશભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર થઈને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની સરકારી હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે વધુમાં મૃતક યુવાનના ભાઈ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, અમૃતભાઈ છેલ્લા ઘણા વર્ષોથી કોઈ કામકાજ કરતા ન હતા અને તેના પત્નીએ પણ બે દિવસ પહેલા ઘરમાં ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો જોકે, તેને સમયસર સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હાલમાં અમૃતભાઈએ ઘરમાં ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું છે અને આ ઘટનાથી મૃતક યુવાનના ત્રણ દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવે છે

માર માર્યો

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં રહેતા વિકાસશીલ ઠાકરસિંગ (૩૫) નામના યુવાને અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ જશપાલસિંહ ચલાવી રહ્યા છે






Latest News