મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં મારામારીના બનાવમાં ઇજા થતા છાત્રાલય રોડ ઉપરથી મહિલાને અને વાવડી રોડેથી યુવાનને સારવારમાં ખસેડાયા


SHARE







મોરબીમાં મારામારીના બનાવમાં ઇજા થતા છાત્રાલય રોડ ઉપરથી મહિલાને અને વાવડી રોડેથી યુવાનને સારવારમાં ખસેડાયા

મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર વાડી વિસ્તારમાં થયેલ મારામારીમાં ઈજા થતા મહિલાને તેમજ વાવડી રોડ ઉપર થયેલ મારામારીમાં ઇજા થતાં યુવાનને સારવારમાં ખસેડાયા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબીના કન્યા છાત્રાલય નજીક આવેલ મગનભાઈની વાડી વિસ્તારમાં રહેતા રસીલાબેન મગનભાઈ પરમાર નામની ૩૦ વર્ષીય મહિલાને તેના ઘરે ઘરવાળા સાથે ઝઘડો થયા બાદ મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી.જેથી તેઓને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં તેઓની સારવાર કરીને આ સંદર્ભે સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા નોંધ કરીને મારામારીના કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.તે રીતે જ મોરબીના વાવડી રોડ ઉપર આવેલા ઓમ પાર્ક વિસ્તારમાં રહેતા સિરાજ અનવરભાઈ રાઠોડ (ઉંમર ૨૯) નામના યુવાનને તેના ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી કરીને સિરાજ રાઠોડને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.ત્યાં સારવાર બાદ એ ડિવિઝન પોલીસ મથકમાં આ અંગે જાણ કરાતા વિપુલભાઈ ફૂલતરીયાએ મારામારીના કારણ અંગે આગળની તપાસ તજવીજ શરૂ કરી હતી.

વૃદ્ધા-યુવાન સારવારમાં

મોરબીના ખાખરેચી દરવાજા પાસે રહેતા મુક્તાબેન લક્ષ્મણભાઈ સોલંકી નામના ૭૦ વર્ષના વૃદ્ધાએ કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લીધું હતું જેથી તેઓને સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને આ બનાવની ત્યાંથી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જયારે મોરબીના રવાપર ગામે હનુમાન મંદિર સામે આવેલ બહુચર પેલેસમાં રહેતા વિશ્વમ પ્રકાશભાઈ જોટાણીયા નામના ૧૯ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.રવાપર ગામે ઘુનડા રોડ ઉપર આવેલ ઉજવલ ફાર્મ નજીક મારામારીના બનાવમાં તેને ઇજાઓ થઈ હતી.જે બાબતે જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા નોંધ કરીને મારામારીના કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી.તેમજ મોરબીના કંડલા બાઇપાસ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે રહેતા મુકેશભાઈ બાબુભાઈ માવી નામના ૪૦ વર્ષના યુવાનને ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને પણ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.ત્યાંથી પોલીસમાં યાદી આવતા પોલીસ મથકના વિપુલભાઈ પટેલ તપાસ માટે પહોંચ્યા હતા જોકે તેઓ પહોંચે તે પહેલા જ મુકેશભાઈ માવી કોઈને કંઈ પણ કહ્યા વગર હોસ્પિટલ ખાતેથી ચાલ્યા ગયા..!

આધેડ મહિલા સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ શ્રીજી પેલેસ ખાતે રહેતા પિન્કીબેન રતનભાઇ મોહન નામના ૫૦ વર્ષીય મહિલા તેઓના ઘરે કોઈ અગમ્ય કારણોસર કોઈ દવાની ટેબ્લેટ ખાઈ ગયા હતા.જેથી અર્ધ બેભાન હાલતમાં તેઓને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા પોલીસ તપાસ માટે પહોંચી હતી અને પોલીસે કરેલી પૂછપરછમાં તેઓ ભૂલથી દવાની ટેબ્લેટ ખાઈ ગયા હોવાનું તેઓએ નિવેદનમાં જણાવ્યું હતું.એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલે તપાસ કરી હતી.






Latest News