મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં વિચિત્ર વાહન અકસ્માત : ઢાળ ઉપર પાર્ક કરેલ ટ્રેકટર રડતા પાંસળીના વાગે ઇજા થતાં વૃદ્ધનું મોત


SHARE







મોરબીમાં વિચિત્ર વાહન અકસ્માત : ઢાળ ઉપર પાર્ક કરેલ ટ્રેકટર રડતા પાંસળીના વાગે ઇજા થતાં વૃદ્ધનું મોત

મોરબીના હળવદ તાલુકાના વાંકીયા ગામે વિચિત્ર વાહન અકસ્માત થયો હતો. જેમાં બપોરે જમ્યા બાદ આરામ કરવા માટે ઢાળ નજીક ટ્રેક્ટરને પાર્ક કરીને ત્યાં લીમડાના છાંયે સુતેલા વૃદ્ધ ઉપર ટ્રેક્ટર રડ્યું હતું અને રડીને આવેલ ટ્રેક્ટર વૃદ્ધની પાંસડીના ભાગે અથડાયુ હતુ જે બનાવમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત નીપજ્યું હતું.મૃતકના ડેડબોડીને પીએમ માટે અહીંની સરકારી હોસ્પિટલએ લાવવામાં આવ્યુ હતુ અને મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરીને આ અંગે હળવદ પોલીસમાં જાણ કરી હતી.

ઉપરોક્ત બનાવની વધુમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હળવદના વાંકિયા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને મૂળ વડોદરા બાજુના રહેવાસી સુખરામભાઈ પ્રભુભાઈ પાંડવી જાતે આદિવાસી નામના ૭૦ વર્ષના વૃદ્ધ હળવદના વાંકિયા ગામે શાંતિલાલભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા હતા.દરમિયાનમાં તેઓના શરીર ઉપર ટ્રેક્ટર ફરી ગયું હતું જેથી તેઓને ગંભીર હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને ટૂંકી સારવાર દરમિયાન અત્રે તેઓનું મોત નીપજ્યું હતું.હોસ્પિટલ ખાતેથી મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને આ બનાવ હળવદ પોલીસ મથક વિસ્તારનો હોય બનાવ અંગે હળવદ પોલીસ મથકના અજીતસિંહ સિસોદીયાને જાણ કરી હતી.વધુમાં આ બાબતે અજીતસિંહ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, મૃતક સુખરામભાઈ પાંડવી મૂળ વડોદરાના રહેવાસી હતા અને હળવદના વાંકીયા ગામે શાંતિલાલભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા હતા.તા.૨૬-૩ ના જમ્યા બાદ બપોરના તેઓ લીમડાના ઝાડ નીચે સુતા હતા અને તે દરમિયાન તેઓએ ઢાળ નજીક ટ્રેક્ટર પાર્ક કરીને મૂક્યુ હતુ.તેમાંથી કોઈ રીતે ટ્રેક્ટર રડ્યું હતું અને તેઓના ડાબા પડખાના ભાગે અથડાયું હતું અને અટકી ગયું હતું.ડાબી પાંસડીમાં ઇજાઓ થવાથી તેઓને ગંભીર હાલતમાં અત્રે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા.જોકે સારવાર કારગત નહીં નીવડતા તેઓનું મોત નિપજયુ હતું.તેઓને શ્વાસની બીમારી પણ હતી તેમ પોલીસ સૂત્રોએ વધુમાં જણાવેલ છે.

ઝેરી દવા પી લેતા પરણીતા અને અકસ્માતે ઇજા થતા સગીર સારવારમાં

મોરબીના જીકયારી ગામે રહેતા અને મજૂરી કામ કરતા પરિવારના ભૂરીબેન પંડિશભાઈ બામણીયા આદિવાસી નામની ૧૮ વર્ષીય પરિણીતાએ જીકીયારી ગામે વાડી વિસ્તારમાં કોઈ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી.જેથી તેણીને અત્રેની સરકારી હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.અત્રે તેઓની સારવાર કરી તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જે.બી. પરમાર દ્વારા આ બનાવના કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી. જ્યારે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામે રહેતા રવિ કાંતિભાઈ ભંખોડીયા નામના ૧૬ વર્ષના સગીરને બાઈકની પાછળ બેસીને જતા સમય વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જેથી બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.






Latest News