મોરબી ટ્રાફિક પોલીસે વાલીથી છુટ્ટા પડેલ દીકરાનું પરિવાર સાથે મિલન કરાવ્યુ
પોલીસ આકરા પાણીએ: મોરબીમાં ગુજસીટોક આરોપીઓની ૧.૮૦ કરોડની ૧૬ મિલકતો અને ૨૪ બેંક એકાઉન્ટ સીલ
SHARE
પોલીસ આકરા પાણીએ: મોરબીમાં ગુજસીટોક આરોપીઓની ૧.૮૦ કરોડની ૧૬ મિલકતો અને ૨૪ બેંક એકાઉન્ટ સીલ
મોરબી જિલ્લામાં અગાઉ ગુજસીટોકનો એક ગુનો આરીફ મીર સહિતના 18 આરોપીઓની સામે નોંધવામાં આવ્યો હતો જે આરોપીની મિકલતો સીલ કરવાની ગૃહ વિભાગમાંથી મંજૂરી આવતા હાલમાં ૧૬ મિકલતો સીલ કરેલ છે અને ૭ મિકલતોને સીલ કરવા માટેની તજવીજ ચાલી રહી છે ૭ અને આરોપીઓના કુલ મળીને ૨૪ બેન્ક એકાઉન્ટ સીલ કરવાં આવ્યા છે
રાજ્યમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમને રોકવા માટે થઈને સરકાર દ્વારા કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે અને ઓર્ગેનાઈઝ ક્રાઇમ કરતી ગેંગ સામે આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે જો વાત કરીએ મોરબીની તો મોરબીમાં વર્ષ ૨૦૨૧ માં આરીફ મીર અને તેની ગેંગ સામે ગુજસીટોકનો ગુનો હતો અને ૧૮ શખ્સની સામે જે તે સમયે ગુનો નોંધાયો હતો તે પૈકીના ૧૫ આરોપીઓની સમયાંતરે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જોકે આ ગુનામાં આરીફ મીર સહિતના ત્રણ આરોપીઓ હજી વોન્ટેડ છે તેને પકડવા માટે રાજ્યની એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા જુદી જુદી જગ્યા ઉપર તપાસ કરવામાં આવી રહી છે જોકે અગાઉ પકડાયેલા ૧૫ આરોપીઓ પૈકીના ૧૦ આરોપીઓ હાલમાં જેલમાં છે અને પાંચ આરોપીઓ જામીનમુક્ત થયેલા છે અને તેવામાં તપાસની અધિકારી દ્વારા આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓની મિલકતો જપ્ત કરવા માટે સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી હતી આ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે જેથી કરીને છેલ્લા બે દિવસમાં મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલા અને તેની ટીમ દ્વારા ૧૬ જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે અને સાત મિલકતમાં રહેતા ભાડુંઆતોને હાલમાં નોટિસ આપવામાં આવી છે તેવું ડીવાયએસપી પી.એ. ઝાલાએ જણાવ્યુ છે
વધુમાં જાણવા મળતી પ્રમાણે જે ગુનો નોંધાયો છે તેમાં કુલ મળીને ૧૮ આરોપીઓ છે તે ૧૮ આરોપીઓની ૩૦ મિલકતોની જુદી જુદી સરકારની એજન્સીઓ પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવી હતી અને ત્યારબાદ આરોપીઓ વિરુદ્ધ ગૃહ વિભાગમાં મિલકતો જપ્તી કરવા માટે તેને દરખાસ્ત મોકલવામાં આવી હતી જે દરખાસ્તને મંજુર કરવામાં આવતા પોલીસ દ્વારા મિલકતોને સીલ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેથી આરીફ મીરની બે મિલકતો સહિત ગુણ મળીને ૧૬ મિલકતોને બે દિવસમાં સીલ કરવામાં આવી છે જેની સરકારના જંત્રીદાર મુજબની કિંમત ગણીએ તો ૧.૮૦ કરોડ રૂપિયા જેટલી થાય છે તેવી માહિતી અધિકારી આપેલ છે તે ઉપરાંત આરોપીઓના ૨૪ જેટલા બેન્ક એકાઉન્ટ સીલ કરવામાં આવ્યા છે જેમાં ૧૨.૫૦ લાખ જેટલી રકમ હાલમાં પડેલી છે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપીઓની જુદી જુદી સાત મિલકતોની અંદર ભાડુઆત હાલમાં રહે છે અને તે ભાડુંઆતોને તે મિલકત ખાલી કરવા માટે પોલીસ વિભાગ દ્વારા ૪૮ કલાકનો સમય આપવામાં આવ્યો છે ત્યારબાદ તે સાત મિલકતોને સીલ કરાશે
આ ઉપરાંત ચાર મિલ્કતો એવી છે કે જેમાં ગુનામાં નોંધાયેલા આરોપીઓનો પરિવાર રહે છે એટલે કાયદાકીય રીતે તેમના પરિવારને ત્યાં રહેતો હોવાથી તે મિલકતો સીલ કરવામાં આવી નથી અને ત્રણ મિલકતો એવી છે કે, જેમાં આરોપીઓએ પોતાની મિલકતો અન્યને વેચીને ટ્રાન્સફર કરી નાખી છે જેથી તે અંગેનો રિપોર્ટ ગુજરાત સરકારમાં મોકલવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૧ માં સનાળા બાયપાસ રોડ પાસે મમુદાઢીની તા ૮/૯/૨૧ ના રોજ હત્યા કરવામાં આવી હતી અને ત્યાર બાદ તે ગુનામાં ૩૦/૯/૨૧ ના રોજ આરીફ મીર અને તેની ગેંગના ૧૮ શખ્સો સામે ગુજસીટોકનો ઉમેરો કરવામાં આવ્યો હતો જે તે સમયે તેઓની મિલકત ટાંચમાં લેવા અને સીલ મારવા માટેની કાર્યવાહી કરવામાં આવી ન હતી જો કે તપાસની અધિકારી દ્વારા હાલમાં આ કામગીરી કરવામાં આવી છે અને તેના ભાગરૂપે ૧૦ પૈકીની ૧૬ મિલકતો અને ૨૪ બેન્કના એકાઉન્ટ સીલ થઈ ગયેલ છે અને હજુ પણ આ કામગીરી ચાલુ જ છે









