મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની ટ્રીબ્યુનલ કોર્ટમાં ચાલી ગયેલ અકસ્માતના કેસમાં ૧૫.૭૯ લાખનું વળતર ૯ ટકા વ્યાજ સાથે ચુકાવવા આદેશ


SHARE









મોરબીની ટ્રીબ્યુનલ કોર્ટમાં ચાલી ગયેલ અકસ્માતના કેસમાં ૧૫.૭૯ લાખનું વળતર ૯ ટકા વ્યાજ સાથે ચુકાવવા આદેશ

મોરબીમાંથી સાયકલ લઈને જય રહેલા વ્યક્તિને ટ્રક ચાલકે હડફેટે લેતા તેને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું જે અકસ્માત વળતરનો કેસ ચાલી ગયો હતો જેમાં નામદાર ટ્રીબ્યુનલે ૧૫,૭૮,૯૦૦ નું વળતર ૯ ટકા વ્યાજ અને ખર્ચની રકમ સાથે ચૂકવવા માટે આદેશ કરેલ છે

આ અકસ્માતના કેઇસની વિગત એવી છે કે, અકસ્માત તા.૨/૫/૨૦૨૦ ના રોજ મનસુખભાઈ ગોકળભાઇ ચાવડા રહે. મોરબી વાળા પોતાની સાયકલ લઇ ઘરે જતા હતા ત્યારે ટ્રક નં-જીજે ૧૨ બીવી ૦૦૦૯ ના ચાલકે પોતાના હવાલા વાળો ટ્રક પુર ઝડપે બેદરકારીથી ચલાવી અકસ્માત કર્યો હતો જેથી કરીને મનસુખભાઇ ગોકળભાઇને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેમનું અવસાન થયું હતું જે અંગે સ્વ. મનસુખભાઈ ગોકળભાઇ ચાવડાના વારસોએ મોરબીની ટ્રીબ્યુનલમાં અકસ્માત વળતરનો કેઇસ દાખલ કરેલ હતો અને આ અકસ્માત વળતરનો કેઇસ મોરબી ટ્રીબ્યુનલમાં ચાલી જતા નામદાર ટ્રીબ્યુનલે અરજદારના સીનીયર વકીલ બી.બી. હડીયની ધારદાર દલીલો તથા સુપ્રિમકોર્ટના ચુકાદા ધ્યાને લઇને અજદારોને ૧૫,૭૮,૯૦૦ નું વળતર ૯ % વ્યાજ સહીત ચુકવી આપવા તેમજ ખર્ચની રકમ આપવા માટે હુકમ કરેલ છે. આ કામમાં અરજદાર તરફે સીનીયર વકિલ બી.બી. હડીયલ એડવોકેટ રોકાયેલ હતા.




Latest News