મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધને કમર-ગોળામાં ફ્રેકચર વાંકાનેરના કલાવડી ગામે વાડીના રસ્તા ઉપરથી પથ્થર ઉપાડવા બાબતે વૃદ્ધને તેના સગા ભાઈ સહિત 3 લોકોને પથ્થરના છૂટા ઘા માર્યા હળવદના પ્રતાપગઢ ગામનો બનાવ: છૂટાછેડા થઈ ગયા બાદ મહિલાને તેડી જવા આવેલ પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો, ઇજાગ્રસ્ત પિતા-ભાભી સારવારમાં ટંકારાના નસીતપર ગામે વાડી શ્રમિક યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

દુનિયાના સૌથી મોટા ઈલેક્ટોરલ બોન્ડ કૌભાંડને લઈને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પત્રકાર પરિષદ યોજાઇ


SHARE









દુનિયાના સૌથી મોટા ઈલેક્ટોરલ બોન્ડ કૌભાંડને લઈને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પત્રકાર પરિષદ યોજાઇ

ભારતીય રીઝર્વ બેન્ક ૩૦ જાન્યુઆરી, ૨૦૧૭ ચેતવણીપત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ઈલેક્ટોરલ બોન્ડના ઉપયોગથી કાળું ધન, મની લોન્ડ્રીંગ જેવા કારનામામાં ઉમેરો થઈ શકે છે. ભાજપની ચંદા દો-ધંધા લો, કોન્ટ્રાક્ટ લો, લાંચ દો જેવી હપ્તા વસૂલી અને ફંડ આપતી ફર્જી કંપની (શેલ કંપની)એ દેશમાં ભ્રષ્ટાચારનું સુનિયોજિત નેટવર્ક ઉભું કર્યું છે. અને અબજો રૂપિયાનું દુનિયાનું સૌથી મોટું કૌભાંડ કરવામાં આવેલ છે

મોરબીના શનાળા રોડે આવેલ આશાપુરા ટાવરમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, વર્ષ ૨૦૧૮ પછી ૪૩ જેટલી કંપનીએ તેની સ્થાપનાના છ મહિનામાં ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા અને કુલ મળીને ૩૮૪.૫૦ કરોડનું દાન આપ્યું હતું  વર્ષ ૨૦૧૮માં નાણામંત્રાલયએ પી.એમ.એલ.એ. ના ઉલ્લંઘન સંબંધી ૧૯ કંપનીને ઉચ્ચ જોખમના રૂપમાં ઓળખ કરી હતી. આ ૧૯ કંપનીઓએ પણ ૨૭૧૭ કરોડ રૂપિયા ઇલેકટોરલ બોન્ડ ખરીદ્યા હતા જેમાંથી ૧૮ કંપનીઓ નાણામંત્રાલયની પી.એમ.એલ.એ. ના ઉલ્લંઘન સંબંધી ૧૯ કંપનીને ઉચ્ચ જોખમ લીસ્ટમાંથી બાકાત કરી નાખવામાં આવી હતી આ ઈલેકટોરલ બોન્ડસએ માત્ર ભારતનું જ નહિ પણ સમગ્ર વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે તેવું પણ જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે જણાવ્યુ હતું

વધુમાં કહ્યું હતું કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા ઈલેક્ટોરલ બોન્ડ અંગે જે માહિતી ૧૫ સેકન્ડમાં આપી શકે તે માહિતી મોદી સરકાર ઈચ્છતી જ ન હતી કે જાહેર થાય જો કે, સુપ્રિમકોર્ટની ફટકાર બાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયેલ છે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ગોટાળો કરવા ચાર અલગ અલગ પધ્ધતિ અપનાવવામાં આવેલી છે. કોંગ્રેસ પક્ષ ખાનગી કંપનીની વિરૂધ્ધમાં નથી, ખાનગી રોકાણ વિના આર્થિક વિકાસ શક્ય નથી. વર્ષ ૨૦૦૪ થી ૧૪ દરમ્યાન ખાનગી રોકાણ જીડીપીના ૩૨ ટકા ખાનગી રોકાણ હતું જ્યારે કેન્દ્રની ભાજપા સરકારે ચાર પ્રકારે ઈલેક્ટોરલ બોન્ડ નામે અબજો રૂપિયા ખાનગી કંપનીઓ પાસેથી યેન-કેન પ્રકારે વસૂલ્યા જેમાં ચંદા દો. ધંધો લો., કોન્ટ્રાક્ટ લો. લાંચ આપો. આ રીતે હપ્તા વસૂલી એટલે કે પહેલા ઈડી, સી.બી.આઈ., ઈન્કમટેક્ષ સહિતની એજન્સીઓ રેડ પાડે ત્યાર બાદ કંપનીઓ બચવા માટે ભાજપાને ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી ચંદા આપવા પડે છે અને ફર્જી કંપની, શેલ કંપનીના માધ્યમથી કોર્પોરેટ ડોનેશન, કોર્પોરેટ બોન્ડ મહાગોટાળો કરવામાં આવે છે

વધુમાં કહ્યું હતું કે, ૩૮ કોર્પોરેટ ગ્રુપને ૧૭૯ કોન્ટ્રાક્ટ જે છેલ્લા છ વર્ષમાં મોદી સરકારે આપ્યા છે. અને આ કોર્પોરેટના પ્રોજેક્ટ લગભગ ચાર લાખ કરોડની માતબર રકમના છે. આ પ્રોજેક્ટ મેળવનાર કંપનીઓ દ્વારા બે હજાર કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ભાજપમાં જમા કરવામાં આવ્યા છે અને ઈલેક્ટોરલ બોન્ડના નામે ભાજપાએ ચલાવેલ સુનિયોજીત લૂંટની તપાસ માટે સુપ્રિમકોર્ટની દેખરેખ હેઠળ તપાસ માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવે છે એક તરફ ઈલેકટોરલ બોન્ડના નામે ભાજપએ ભયમુક્ત ભ્રષ્ટાચારી ૮૨ અબજ ૫૨ કરોડ રૂપિયાનું ધનભંડોળ એકત્રિત કરી દીધું છે. એક તરફ સરકારી તિજોરીમાંથી મોટા લાભ આપવાના અને બીજી તરફ ઈલેક્ટોરલ બોન્ડના નામે કમિશન લેવાનું તથા ED, IT અને CBIની રેડો કરાવીને હપ્તાની વસૂલી કરવાના અનેક કિસ્સાઓ નામદાર સુપ્રિમ કોર્ટે ઈલેકટોરલ બોન્ડની માહિતી જાહેર કરાવી છે 

ત્યારથી બહાર આવ્યા છે. એક પક્ષ ૮૨ અબજ ૫૨ કરોડ રૂપિયાનો ઈલેક્ટોરલ બોન્ડથી ધનસંગ્રહ કરીને બેઠો છે એ પક્ષ મુખ્ય વિરોધપક્ષ ચૂંટણી ન લડી શકે તે માટે તેના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરે અને ગેરકાયદેસર નાણા પણ ઉઠાવી લે તે લોકશાહીના ઈતિહાસમાં કાળા અક્ષરે લખાશે અને જનતા જનાર્દન આને માફ નહીં કરે. કોંગ્રેસ પક્ષે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકશાહીનું ચીરહરણ કરવા નીકળેલી ભાજપને દેશની મહાન જનતા માફ નહીં કરે અને તેને પરાસ્ત કરશે. અને આપણા દેશના કાયદાઓ મુજબ રાજકીય પક્ષોને મળેલા દાન ઉપર કોઈપણ પ્રકારના ઈન્કમટેક્સ હોતો નથી. ભાજપા સહિત કોઈપણ રાજકીય પક્ષ ઈન્કમટેક્સ ભરતો નથી. આમ છતાં માત્ર કોંગ્રેસ પક્ષના ૧૧ બેંક એકાઉન્ટ ફ્રીઝ શા માટે કરવામાં આવ્યા ? ઈન્કમટેક્ષની કલમ ૨૩૪(એફ) અનુસાર જો કોઈ ખામી હોય તો માત્ર ૧૦ હજાર રૂપિયાનો દંડ કરી શકાય છે






Latest News