મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં દારૂ-બિયરની બે અને જુગારની બે રેડ મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર
Breaking news
Morbi Today

હાસ્યાસ્પદ પરિપત્ર: મોરબીના સિરમિક કારખાનામાં ડસ્ટિંગ રોકવા પાકા રોડ કરવા સૂચના !, જીપીસીબીના અધિકારીને ભંગાર રસ્તા દેખાતા નથી ?


SHARE















હાસ્યાસ્પદ પરિપત્ર: મોરબીના સિરમિક કારખાનામાં ડસ્ટિંગ રોકવા પાકા રોડ કરવા સૂચના !, જીપીસીબીના અધિકારીને ભંગાર રસ્તા દેખાતા નથી ?

મોરબી જિલ્લામાં ચારે બાજુ હવામાં પ્રદુષણ જોવા મળી રહ્યું છે ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સ્થાનિક અધિકારી દ્વારા હાસ્યસ્પદ કહી શકાય તે પ્રકારનો પત્ર મોરબીના સિરામિક ઉદ્યોગકારોને આપવામાં આવ્યો છે જેમાં મોરબીના સિરામિક કારખાનાની અંદરના ભાગના રસ્તાઓ કાચા હોવાના કારણે ડસ્ટિંગ થતું હોય ત્યાં પાકા રસ્તા કરવામ પાણીનો નિયમિત છંટકાવ કરવો અને નિયમિત રીતે સાફ-સફાઈ કરવા માટે થઈને સૂચના આપવામાં આવી છે તો આ અધિકારીને મોરબીના સિરામિક ઝોન કહી શકાય તેવા વિસ્તારમાં આવવા જવા માટેના જે મુખ્ય રસ્તાઓ ખખડધજ હાલતમાં છે અથવા તો જ્યાં રોડનું અસ્તિત્વ જ નથી તેવા માર્ગો નજરે પડતા નથી ? તે સૌથી મોટો સવાલ છે અને જે રીતે હાલમાં તેમણે મોરબીના સીરામીક ઉદ્યોગકારોને તેના કારખાનાની અંદરના રસ્તા પાકા કરવા માટે થઈને પત્ર કર્યો છે આવી રીતનો પત્ર શું તે આગામી સમયમાં ગુજરાત સરકાર અથવા તો ભારત સરકારને કરશે કે કેમ તે મુદ્દો હાલમાં સીરામીક ઉદ્યોગકારોમાં ચર્ચાઓ વિષય બનેલ છે

મોરબીની આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સીરામીક ઉદ્યોગનો વિકાસ થયો છે અને સિરામિક ઉદ્યોગ દ્વારા તેઓને પ્રાથમિક સુવિધાઓ જેમાં રોડ રસ્તા, પાણી, સફાઈ અને લાઈટ સારી રીતે આપવામાં આવે તેવી માંગણી એક નહીં અનેક વખત સરકાર સમક્ષ કરવામાં આવી છે પરંતુ કમનસીબે આજની તારીખે ઔદ્યોગિક ઝોન કહી શકાય તેવા વિસ્તારમાં સારા રોડ નથી, પાણીની કારખાના સુધી કોઈ સારી વ્યવસ્થા નથી, સફાઈ પણ કરવામાં આવતી નથી તેમજ રોડ ઉપર લાઇટિંગ વ્યવસ્થા ન હોવાના કારણે અવારનવાર જીવલેણ અકસ્માતો પણ થતા હોય છે તેમ છતાં આ બાબતોને ધ્યાનમાં લઈને ઉદ્યોગકારો અને સિરામિક કારખાના સહિતના કારખાનાઓમાં રોજગારી મેળવવા માટે થઈને જતા અને આવતા શ્રમિકો સહિતના લોકોની સલામતી માટે રોડ રસ્તા સારા બને તેના માટેની કામગીરી કરવાના બદલે અધિકારીઓ ઉલટા ચોર કોટવાલ કો દાટે તે પ્રકારે સીરામીક ઉદ્યોગકારોને માટે થઈને સૂચનાના પરિપત્ર કરે છે પરંતુ તે હાસ્યસ્પદ કહી શકાય તે પ્રકારના પરિપત્ર હોય છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશક્તિ નથી

હાલમાં મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાનિક મોરબીની કચેરી દ્વારા મોરબી ઢુવા ગ્લેઝર એસોસિયેશનમ મોરબી ગ્રેનિટો મેન્યુફેક્ચરિંગ એસોસિએશન અને ફ્લોર ટાઇલ્સ એસોસિએશનને એક પરિપત્ર કરવામાં આવ્યો છે અને તેમાં તેમણે જણાવ્યું છે કે સીરેમિક ઉદ્યોગિક એકમોની પ્રવૃત્તિ સાથે હવા પ્રદુષણની સમસ્યા સીધી કે આડકતરી રીતે જોડાયેલ છે અને તેના નિવારણ માટે થઈને અસરકારક રીતે પ્રદૂષણ નિયંત્રણના સાધનો ચલાવવામાં આવે તે આવશ્યક છે અને તેના માટેની કેટલીક લેખિત સુચનાઓ પણ આપવામાં આવી છે જેમાં ખાસ કરીને સ્પ્રેડાયરમાં હવા પ્રદુષણ નિયંત્રણ માટે એસઓપી નું ચુસ્તપણે પાલન કરવું, સ્પ્રેડાયર વિભાગમાં હવાના પ્રદૂષણ નિયંત્રણ સાધનો જેવા કે વોટર સ્ક્રબર, મલ્ટી સાઇક્લોન, સેપરેટર વિગેરે નિયમિત અને અસરકારક રીતે ચાલે છે ચેક કરવું આ ઉપરાંત સૌથી મોટી અને હાસ્યસ્પદ કહી શકાય તેવી ટકોર જે પત્રમાં કરવામાં આવી છે તેમાં જણાવ્યું છે કે, મોરબીના સીરામીક એકમોમાં વપરાતા રો મટીરીયલમાં મુખ્યત્વે અલગ અલગ પ્રકારની માટીનો વપરાશ થાય છે જેના હેરાફેરી દરમિયાન ડસ્ટિંગ થતું હોય છે જેથી એકમમાં આવેલા તમામ રસ્તાઓ પાકા કરવા, નિયમિત સાફ-સફાઈ કરવી તથા રસ્તા ઉપર નિયમિત રીતે પાણીનો છટકાવ કરવો આટલું નહિ પરંતુ રો મટીરીયલ નો સંગ્રહ બંધ સેડમાં કરવો તેમજ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા સમયે તેને ઢાંકીને લઈ જવા અને પાણીનો છટકાવ કરવો જેથી હવા પ્રદુષણ ન થાય તકેદારી રાખવા માટે થઈને કહેવામાં આવ્યું છે

જોકે મોરબી સિરામિકના કારખાનાઓમાં તમામ રસ્તા પાકા કરાવા, નિયમિત રીતે તેની સફાઈ કરાવી અને રસ્તા ઉપર પાણીનું નિયમિત રીતે છટકાવ કરવા માટે થઈને અધિકારી દ્વારા જે સૂચના આપવામાં આવી છે તેમને મોરબીના ઔદ્યોગિક ઝોનની મુલાકાત ન લીધી હોય તેવું આ પરિપત્ર ઉપરથી લાગી રહ્યું છે ! કારણ કે આજની તારીખે મોરબીના પીપળી રોડ, હળવદ રોડ, લખધીરપુર રોડ, જાંબુડી રોડ, મકનસર રોડ, ઢુવા રોડ સહિતના વિસ્તારોમાં જ્યાં સીરામીક ઉદ્યોગનો છેલ્લા વર્ષોમાં વિકાસ થયો છે ત્યાં ઘરથી કારખાના સુધી જવા માટેના રસ્તા ખખડધજ હાલતમાં છે અને ત્યાં ૨૪ કલાક ભારે વાહનોની અવર-જવારના કારણે ધૂળની ડમરીઓ ઉડતી હોય છે તો આ ડસ્ટિંગ અધિકારીને નથી દેખાતું ? કે પછી તેની સામે જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ? જો કારખાનાના કાચા રસ્તા ઉપર ડસ્ટિંગ થતું હોય તો જાહેર રસ્તા ઉપર તો અનેક વાહનો દોડતા હોય છે અને ત્યાં ૨૪ કલાક ધૂળની ડમરીઓ ઉડતી હોય છે તેમ છતાં પણ ત્યાં પાકા રસ્તા બનાવવા માટે થઈને સરકારમાં શા માટે થઈને આ અધિકારી દ્વારા પરિપત્ર કે સૂચના આપવામાં આવતી નથી ? ત્યાં પાણીનો છંટકાવ અને યોગ્ય રીતે સફાઈ કરવા માટે થઈને શા માટે સૂચના આપવામાં આવતી નથી ? આ સૌથી મોટા પ્રશ્ન છે અને હાલમાં આ પરિપત્ર સિરામિક ઉદ્યોગકારોમાં ચર્ચાનો વિષય બનેલ છે






Latest News