મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં આઇપીએલની મેચ ઉપર આઇડી મેળવીને જુગાર રમતા એક શખ્સની ધરપકડઃ એકની શોધખોળ


SHARE







મોરબીમાં આઇપીએલની મેચ ઉપર આઇડી મેળવીને જુગાર રમતા એક શખ્સની ધરપકડઃ એકની શોધખોળ

મોરબીના નવાડેલા રોડ ઉપર આવેલ બજરંગ એન્ટરપ્રાઇઝ નામની દુકાન પાસે આઇપીએલ ની ક્રિકેટ મેચ લાઇવ જોઈને તેના ઉપર રનફેરનો જુગાર રમવામાં આવતો હતો ત્યારે પોલીસે ત્યાં જુગારની રેડ કરીને મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા મળીને ૩૧,૫૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરી છે અને એક શખ્સનું નામ સામે આવતા તેને પકડવા માટે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

હાલમાં આઇપીએલ ચાલી રહ્યો છે ત્યારે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા જુગારીયાઓને પકડવા માટે જુદી જુદી જગ્યા ઉપર રેડ કરવામાં આવતી હોય છે તેવામાં મોરબી એ ડિવિઝન પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાંથી હતી અને મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ બજરંગ એન્ટરપ્રાઇઝ નામની દુકાન પાસે ઓનલાઇન ક્રિકેટ મેચ જોઈને રનફેરનો જુગાર રમતા એક શખ્સ મળી આવ્યો હોય પોલીસે ૧૫૦૦ રૂપિયાની રોકડ તથા ૩૦,૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને ૩૧,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી અતુલભાઇ પટેલ (૩૪) રહે સારસ્વત સોસાયટી પટેલ કન્યા છાત્રાલય રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેણે જુગાર રમવા માટે આઈડી વિશાલ દેવદાનભાઈ ડાંગર રહે રવાપર રોડ હરી ટાવર વાળી શેરી, મોરબી વાળા પાસેથી મેળવ્યું હોવાનું સામે આવતા તેની સામે પણ ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દેશી દારૂ

મોરબીના પરસોતમ ચોક પાસે રહેતા શખ્સના ઘરમાં દારૂ હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૨૦૦ લીટર દેશી દારૂ તથા નંબર પ્લેટ વગરના એકટીવા માંથી ૬૦ લીટર દેશી દારૂ આમ કુલ મળીને ૨૬૦ લીટર દેશી દારૂ તથા એકટીવા મળીને પોલીસે ૫૫૨૦૦ ની કિંમત નો દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કર્યો હતો જોકે આરોપી તોફિકભાઈ ઉર્ફે ભયલુ ઇબ્રાહીમભાઇ ચાનિયા રહે પરસોતમ ચોક સતવારા બોર્ડિંગ પાસે મોરબી વાળો હાજર ન હોવાથી પોલીસે તેની સામે એ ડિવિઝન ખાતે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બે બોટલ દારૂ

મોરબી તાલુકાના મકનસર ગામે એપેક્ષ સિરામિક ની સામે સર્વિસ રોડ ઉપર થી પસાર થઈ રહેલા શખ્સને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૭૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે જતીનભાઈ કાનજીભાઈ મુછડીયા જાતે અનુ. જાતિ (૨૦) રહે હાલ ધર્મ મંગલ સોસાયટી મકનસર મૂળ રહે મોટી બરાર તાલુકો માળીયા વાળાની ધરપકડ કરી તેની સામે મોરબી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News