મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

અદ્યતન ફાયર સ્ટેશનનો અભાવ: મોરબી નજીક વેર હાઉસમાં લાગેલ આગ ૨૨ કલાક પછી પણ બેકાબૂ: અઢી કરોડથી વધુનું નુકશાન


SHARE











અદ્યતન ફાયર સ્ટેશનનો અભાવ: મોરબી નજીક વેર હાઉસમાં લાગેલ આગ ૨૨ કલાક પછી પણ બેકાબૂ: અઢી કરોડથી વધુનું નુકશાન

મોરબીના રફાળેશ્વર પાસે આવેલ કારખાનાના વેર હાઉસમાં ગઇકાલે બપોરના ૧૨ વાગ્યાના અરસામાં આગ લાગી હતી જેની જાણ પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જો કે, જાણ કર્યાના એક કલાક કરતાં વધુ સમય પછી ફાયરની ટિમ સ્થળ ઉપર પહોચી હતી ત્યાં સુધીમાં વેર હાઉસમાં રાખવામા આવેલ ઇમ્પોર્ટ કરેલા ટોઇલેટ સીટ કવર સહિત, ઓફિસમાં રાખવામા આવેલ માલની ખરીદી અને વેચાણના તમામ હિસાબના દસ્તાવેજી પુરાવો અને કોમ્પ્યુટર, લેપટોપ સહિત સાહિત્ય અને આખું કારખાનું આગમાં બળીને ખાખ થઈ ગયું હતું જેથી કરીને ઉદ્યોગકારને અઢી કરોડથી વધુનું નુકશાન થયેલ છે અને આટલું જ નહીં પરંતુ બાજુમાં આવેલા બીજા કારખાનામાં પણ આગ પ્રસરી ગયેલ હતી જેથી ત્યાં પણ નુકશાની થયેલ છે અને મોરબીવાંકાનેર તેમજ રાજકોટના ફાયર ફાયટરોને બોલાવીને આગને કાબુમાં લેવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી તો પણ ૨૨ કલાક પછી પણ આગ કાબુમાં આવી ન હતી

મોરબીની આસપાસના વિસ્તારમાં સિરામિકની ૮૦૦ થી વધુ ફેકટરીઓ આવેલી છે. જેમાં સિરામીક ટાઇલ્સનું ૨૪ કલાક પ્રોડકશન ચાલુ હોય છે જેથી કારખાનમાં હેવી ટેમ્પરેચર સાથે ભઠ્ઠીઓ ચાલુ હોય છે જેના કારણે સિરામીક યુનિટમાં ગમે ત્યારે આગ લાગે તેવી શક્યતા રહે છે અને અવારનવાર આગ લાગવાના નાના મોટા બનાવો બનતા હોય છે તેવી જ રીતે પેપર મિલપોલિપેક સહિતના કારખાનના આવેલ છે જેમાં પણ ગમે ત્યારે આગ લાગે તેવી શક્યતા હોય છે જો કેસમયસર બચાવ કામગીરી ન કરવામાં આવે તો મોટી જાનહાની થવાનું જોખમો ઓછું રહે છે જેથી મોરબી સિરામિક એસો. દ્વારા વર્ષ ૨૦૧૭ ના પ્રમુખો દ્વારા ત્યારના કલેક્ટરને આવેદનપત્ર આપીને સામાકાંઠે ઔદ્યોગિક વિસ્તારમાં હોવાથી ત્યાં નવું અદ્યતન ફાયર સ્ટેશન બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી જો કેહજુ સુધી તે બનાવવામાં આવ્યું નથી તે હક્કિત છે

વાંકાનેર તાલુકાની હદમાં એક પેપર મિલમાં ભયંકર આગા થોડા વર્ષો પહેલા લાગી હતી ત્યારે લગભગ ત્રણ દિવસ સુધી મોરબીચોટીલાધ્રોલરાજકોટઅમદાવાદગાંધીધામના ફાયર ફાઇટરો દ્વારા આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો કારવામાં આવ્યો હતો તો પણ આગ કાબુમાં આવી ન હતી અને અંદાજે તે કારખાનેદારને ૧૦૦ કરોડથી વધુનું નુકશાન થયું હતું ત્યારે મોરબી પેપર મિલ એસો.મોરબી સિરામિક એસો. સહિતના સંગઠનો દ્વારા મુખ્યમંત્રીતે સમયના રાજ્યમંત્રી અને મોરબીના ત્યારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાસાંસદ મોહનભાઇ કુંડારિયાને લેખિતમાં રજૂઆતો કરીને અદ્યતન ફાયર સ્ટેશન બનાવવા માટેની માંગ કરી હતી જો કેહજુ કામ કરવામાં આવ્યું નથી ત્યાર બાદ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાદુર્લભજીભાઈ દેથરિયા અને પ્રકાશભાઈ વરમોરાને લેખિત રજૂઆત કરીને મોરબી જીલ્લામાં અધ્યતન ફાયર સ્ટેશન બનાવવાની માંગ કરવામાં આવી છે જોકેગત જૂન મહિનાની ૬ તારીખે સર્કિટ હાઉસ સામે અદ્યતન ફાયર સ્ટેશન બનાવવા ડિમોલિશન કરવામાં આવ્યું હતું તેનો ભાંગર પણ આજની તારીખે તંત્રે દૂર કરેલ નથી તો પણ અદ્યતન ફાયર સ્ટેશન કયારે બનશે તે કહેવું મુશકેલ છે

ગઇકાલે બપોરના ૧૨ વાગ્યાના સમયે રફાળેશ્વર નજીક સરોવર પોર્ટિકો હોટેલની બાજુમાં આવેલી વિનાયક કોર્પોરેશન નામનું ટોયલેટ સીટ કવરનું વેર હાઉસ આવેલ છે જેમાં ઇમ્પોર્ટ કરવામાં આવેલ ટોયલેટ સીટ કવર તેમજ અન્ય તૈયાર માલ પણ ત્યાં પડ્યો હતો જેમાં આગ પ્રસરી ગયેલ હતી જેથી કરીને વેર હાઉસમાં રાખવામા આવેલ માલ, તેમજ ઓફિસમાં રાખવામા આવેલ માલની ખરીદી અને વેચાણના તમામ હિસાબના દસ્તાવેજી પુરાવો અને કોમ્પ્યુટર, લેપટોપ સહિત સાહિત્ય અને આખું કારખાનું આગમાં બળીને ખાખ થઈ ગયું હતું અને કારખાનેદારને અંદાજે અઢી કરોડથી વધુનું નુકશાન થયેલ છે અને આ કારખાનની બાજુમાં આવેલ પવનસુત ઇન્ડસ્ટ્રીઝના પણ આગ ફેલાયેલ હતી જેથી ત્યાં પણ નુકશાન થયેલ છે આ આગને કાબુમાં લેવા માટે હાલમાં મોરબીવકાનેર અને રાજકોટના ફાયર ફાયટરો દ્વારા પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે તો પણ ૨૨ કલાક પછી આ આગ સો ટકા કાબુમાં આવેલ નથી અત્રે ઉલેખનીય છે કે, આગ લાગવાની આ બનાવ મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી તેના એક કલાક પછી ફાયરની ટિમ ત્યાં આવી હતી જોમોરબીના સામાકાંઠા વિસ્તારમાં અધ્યતન ફાયર સ્ટેશન સરકારે બનાવ્યું હોત તો આગને વહેલ કાબુમાં આવી ગઈ હોત અને ઓછું નુકશાન થયું હોત પરંતુ અફસોસ કે અધ્યતન ફાયર સ્ટેશન આજ દિવસ સુધી સરકારે મોરબીમાં બનાવ્યું નથી






Latest News