મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વવાણિયા-મોટા દહીંસરામાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી: રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગ


SHARE









મોરબી જિલ્લાના વવાણિયા-મોટા દહીંસરામાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી: રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગ

માળીયા (મીં) તાલુકાના વવાણિયા અને મોટા દહીંસરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનાં નેતાઓની ચૂંટણી પ્રચાર માટે ગામમાં પ્રવેશબંધી કરવામાં આવેલ છે અને રાજકોટ બેઠકનાં ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતિ મુજબ મોરબી જિલ્લાના માળીયા (મીં) તાલુકાના વવાણિયા અને મોટા દહિંસરાનાં ક્ષત્રિય સમાજ દ્વારા સોશ્યલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, “જયાં સુધી પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના નેતાઓ કે પ્રચારકોએ ચૂંટણી માટે ગામમાં પ્રવેશવું નહીં, અમારા માટે રાજકારણ કરતા વિશેષ અઢારેય વરણની બહેન દિકરીઓની આબરૂ છે અને એમના માટે અમારા બાપ દાદાએ માથાના બલિદાન આપ્યાનો ઇતિહાસ છે.” ત્યારે, ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિષે ટિપ્પણી કરનારા પરસોતમ રૂપાલાની ટિકીટ રદ કરવામાં આવે તેવી માંગ કારમાં આવી છે અને જો તેની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો માળીયા (મીં) તાલુકાના વવાણિયા અને મોટા દહીસરા ગામના ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ભાજપ વિરૂદ્ધ મતદાન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે




Latest News