મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે એકલવાયા જીવનથી કંટાળીને વૃદ્ધાએ ૮૦ વર્ષે અણધાર્યું પગલું ભર્યું


SHARE









મોરબીના રાજપર ગામે એકલવાયા જીવનથી કંટાળીને વૃદ્ધાએ ૮૦ વર્ષે અણધાર્યું પગલું ભર્યું

મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા વૃદ્ધાએ એકલવાયા જીવનથી કંટાળીને પોતે પોતાની જાતે અનાજમાં નાખવાની ઝેરી દવાની ટીકડીઓ પી લીધી હતી જેથી તેને બેભાન અવસ્થામાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું.જેથી કરીને આ બનાવ અંગેની મૃતકના દીકરાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા શાંતાબેન મગનભાઈ મારવાણીયા જાતે પટેલ (ઉમર ૮૦) એ પોતે પોતાના ઘરે હતા ત્યારે અનાજમાં નાખવાની ઝેરી ટીકડીઓ પી લેતા તેમને બેભાન હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયું હતું.જેથી કરીને આપઘાતના આ બનાવની મૃતકના દીકરા મહેશભાઈ મગનભાઈ મારવાડીયા (૪૫) એ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતકના પતિ વિસેક વર્ષ પહેલા ગુજરી ગયા હતા અને ત્યારથી તે એકલવાયુ જીવન જીવતા હોય છેલ્લા થોડા દિવસોથી તે ગુમસુમ રહેતા હતા અને એકલવાયા જીવનથી કંટાળીને તેઓએ પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે લઈને આવ્યા હતા.ત્યારે તેઓનું મોત નીપજયું હતું જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બાળક સારવારમાં

મોરબી તાલુકાના ખાનપર ગામે આવેલ મિરાજ ટ્રેડર્સની પાસે રહીને મજૂરી કામ કરતા પરિવારનો મયુર મુકેશભાઈ ડાહીચા નામનો એક વર્ષનો બાળક મિરાજ ટ્રેડર્સ પાસે હતો અને ત્યાં કોઈ અજાણ્યું પ્રવાહી પી જતા તેને ઝેરી અસર થવાથી સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ સ્ટેશનના સબળસિંહ સોલંકી દ્વારા આ બાબતે નોંધ કરીને વધુ તપાસ શરૂ કરાઈ હતી.

આધેડ મહિલા સારવારમાં
મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલ પીપળીયા ગામે રહેતા નિમુબેન હુશૈનભાઇ ચાનિયા નામના ૬૮ વર્ષીય વૃદ્ધાને ગત તા.૬-૪ ના વહેલી સવારે નવેક વાગ્યાના અરસામાં પીપળીયા ચોકડી પાસેથી બાઈકમાં બેસીને જતા સમયે રસ્તામાં ત્યાં તેઓનું બાઈક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ બાબતે આગળની તજવીજ તપાસ કરવામાં આવી હતી.



Latest News