મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

હળવદના પંચમુખી ઢોરા પાસે જુગાર રમતા ત્રણ શખ્સની ૧૧,૫૦૦ ની રોકડ સાથે ધરપકડ


SHARE









હળવદના પંચમુખી ઢોરા પાસે જુગાર રમતા ત્રણ શખ્સની ૧૧,૫૦૦ ની રોકડ સાથે ધરપકડ

હળવદના પંચમુખી ઢોરા પાસે મંદિરની સામેના ભાગમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૧,૫૦૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં મહાદેવના મંદિર પાસે આવેલ અવાળા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સંજયભાઈ ગોકુળભાઈ વિંધાણી જાતે ઠાકોર (૨૩), વિનોદભાઈ ધીરાભાઈ ભદ્રેશિયા જાતે ઠાકોર (૩૦) અને હીદાયતભાઈ દાઉદભાઈ પોરડીયા જાતે ઘાંચી (૨૫) રહે. બધા જ પંચમુખી ઢોરા હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૧,૫૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ
મોરબી નજીક મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલ શબરી હોટલની બાજુમાંથી પસાર થઈ રહેલ શખ્સને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૮૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી મિતેશભાઇ વેલજીભાઈ પાલરીયા જાતે પટેલ (૨૫) રહે. ચિત્રકૂટ સોસાયટી જાનકી એપાર્ટમેન્ટ પહેલો માળ મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News