મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સની ૧૩,૮૭૦ ના મુદામાલ સાથે ધરપકડ


SHARE







વાંકાનેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સની ૧૩,૮૭૦ ના મુદામાલ સાથે ધરપકડ

વાંકાનેરમાં એક્સિસ બેન્ક સામે જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી બે શખ્સો આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૮૮૭૦ ની રોકડ તથા મોબાઈલ મળીને ૧૩,૮૭૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરમાં આવેલ એક્સિસ બેન્ક સામે જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે લખનઉ સુપર જાયન્ટ અને ગુજરાત ટાઇટન્સ ટીમ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ ઉપર રન ફેરનો જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૮,૮૭૦ ની રોકડ તથા ૫,૦૦૦ રૂપિયાની કિંમતનો  એક મોબાઈલ ફોન આમ કુલ મળીને ૧૩,૮૭૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી ઈકબાલભાઈ અશરફભાઈ ચૌહાણ જાતે સિપાહી (૨૫) રહે. સિપાઈ શેરી વાંકાનેર અને જુબેરભાઈ અબ્દુલકરીમભાઈ બોરડીવાલા જાતે મોમીન (૩૩) રહે. મુમના શેરી વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે બંને સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં
 
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા રાધાબેન રતિલાલ કાનાણી (૫૦) નામના આધેડ મહિલાએ કોઈ કારણોસર બેટરીમાં નાખવાનું પાણી પી લેતા તેઓને અસર થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે





Latest News