મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા ગામે હડકાયા કૂતરાએ બચકુ ભરી લેતા નવ માસની બાળકી સારવારમાં


SHARE









હળવદના જુના દેવળીયા ગામે હડકાયા કૂતરાએ બચકુ ભરી લેતા નવ માસની બાળકી સારવારમાં

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે ૯ માસની બાળકીને હડકાયા કૂતરુંએ બચકુ ભરી લીધુ હતુ જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે જેતપરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા છે અને આ બનાવ અંગેની પ્રથમ મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના જૂના દેવળીયા ગામે રહેતા વિક્રમભાઈ નાયકની નવ માસની દીકરી દેવાંશી ને ગામ પાસે હડકાયા કૂતરાએ બચકું ભરી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ તે બાળકીને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવો હળવદ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરાઈ છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ખાનપર ગામે આવેલ શાકમાર્કેટ નજીક અકસ્માત નો બનાવ બન્યો હતો જેમાં ટંકારા તાલુકાના ઘુનડા ખાનપર ગામે રહેતા અશોક કાનજીભાઈ વરાણીયા નામનો યુવાન પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થતાં તે યુવાનને જમણા અને ડાબા પગમાં ઈજા હોવાથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ એસ. વી. સોલંકી ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ગાંધીધામ ખાતે પીએમ રોડલાઇન્સમાં રહેતા હીરારામ જોધારામ બિશ્નોઇ (૬૦) નામના વૃદ્ધને ઇજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા વૃધ્ધને પ્રથમ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ૧૦૮ વડે લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડવામાં અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે




Latest News