મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં બુધવારે ઝૂલેલાલ જન્મોત્સવની તેમજ રવિવારના રોજ ડો.ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી થશે


SHARE









મોરબીમાં બુધવારે ઝૂલેલાલ જન્મોત્સવની તેમજ રવિવારના રોજ ડો.ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી થશે

મોરબી જિલ્લા અનુ.જાતી સમાજ દ્વારા બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની ૧૩૩ મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.આગામી ૧૪ મી એપ્રિલ રવિવારના રોજ સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પ્રધાન તેમજ આધુનિક ભારતના સંવિધાનના રચયિતા એવા ભારતરત્ન બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની ૧૩૩ મી જન્મજયંતિના ઉપલક્ષે મોરબી જિલ્લા અનુ.જાતિ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.જેનો રૂટ રેલ્વે સ્ટેશન રોડથી ત્રિકોણબાગ ત્યાંથી નેહરૂ ગેટ થઈને બાબા સાહેબની પ્રતિમા મોરબી નગર પાલિકા ખાતે પહોંચશે.આ પ્રસંગે મહામાનવ એવા ડો.બાબા સાહેબ આંબેડકરજીને પુષ્પાંજલિ અર્પણ કરવા તેમજ આ ભવ્ય શોભાયાત્રામાં જોડાવવા મોરબી જિલ્લા અનુ.જાતિ સમાજ, જિલ્લાના તમામ સમાજના ભાઈઓ, બહેનો અને વડીલોને આહવાન કરે છે.

સમસ્ત સિંધી સમાજ દ્વારા શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણી કરાશે

સમસ્ત સિંધી સમાજ મોરબી દ્વારા આગામી તા.૧૦ ને બુધવારના રોજ શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે મોરબીના સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતે શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં તારીખ ૧૦ ને બુધવારે સવારે ૮ કલાકે ધ્વજા રોહણ સવારે ૧૧ કલાકે મહાઆરતી, બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ અને સાંજે ૫ કલાકે ભવ્ય શોભાયાત્રા યોજાશે.ડીજેના તાલ સાથે રાસ ગરબાની રમઝટ બોલાવતા શોભાયાત્રા નીકળશે જે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરશે.શ્રી ઝૂલેલાલ જન્મોત્સવને પગલે તમામ સિંધી ભાઈઓએ બપોરે ૩ કલાકે ઉપસ્થિત રહેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News