મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી વેરહાઉસથી જિલ્લાની ૩ વિધાનસભા મતવિસ્તારોમાં ઇવીએમ સહિત મશીન ફાળવાયા


SHARE









મોરબી વેરહાઉસથી જિલ્લાની ૩ વિધાનસભા મતવિસ્તારોમાં ઇવીએમ સહિત મશીન ફાળવાયા

મોરબી જિલ્લાના મોરબી, ટંકારા અને વાંકાનેર વિધાનસભા મત વિસ્તાર માટે પ્રથમ ઈલેક્ટ્રોનિક રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ થયા મોરબી લાલ બાગ ખાતેના ઈવીએમ વેરહાઉસથી જિલ્લાના ત્રણ વિધાનસભા મતવિસ્તારોમાં ઇવીએમ મશીનની સોંપણીની કામગીરી કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણી અન્વયે કુલ ૩ વિધાનસભા દીઠ બેલેટ યુનીટ, કન્ટ્રોલ યુનીટ અને વીવીપેટ મશીનની ફાળવણી પ્રથમ રેન્ડમાઈઝેશન અંતર્ગત કરવામાં આવી હતી.

રેન્ડમાઇઝ્ડ EVM જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી દ્વારા સોંપવામાં આવેલા EVMનો વિધાનસભા મતવિભાગ કક્ષાના સ્ટ્રોંગરૂમમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં નિયત પ્રોટોકૉલ મુજબ સંગ્રહ કરવામાં આવશે. પ્રથમ ઈલેક્ટ્રોનિક રેન્ડમાઈઝેશન પછી મદદનીશ ચૂંટણી અધિકારીને ઈવીએમ સોંપણીની કામગીરી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરી, ઈવીએમ નોડલ અધિકારીશ્રી અને નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, નાયબ જિલ્લા ચૂંટણી કુલદીપસિંહ વાળા સહિતના અધિકારીશ્રીઓના માર્ગદર્શન અંતર્ગત કરવામાં આવી હતી. ઈવીએમ સોંપણી દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સંદીપ વર્મા, ડેપ્યુટી કલેક્ટરશ્રી સબોધકુમાર દુદખીયા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, ચૂંટણી મામલતદાર જાવેદ સિંધી, નાયબ મામલતદાર રવુભા ગઢવી સહિત ચૂંટણી શાખાના કર્મીઓ તેમજ વિવિધ રાજકીયપક્ષોના પ્રતિનિધિશ્રીઓ હાજર રહ્યા હતા.




Latest News