મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં વિસ્થાપિત હિન્દુ સહાયતા કેન્દ્રનો પ્રારંભ કરાયો


SHARE









મોરબીમાં વિસ્થાપિત હિન્દુ સહાયતા કેન્દ્રનો પ્રારંભ કરાયો

સીમા જનકલ્યાણ સમિતિ સંચાલિત સીમા જાગરણ મંચ દ્વારા અનેક વિધ સેવ કાર્ય કરવામાં આવેલ છે ત્યારે સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રેરિત વિસ્થાપિત હિન્દુ સહાયતા કેન્દ્રનો મોરબી ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે 

સેવા જેનો સ્વભાવ બની ચૂકયો છે તેવા "માનવ સેવા એજ પ્રભુ સેવા"એ સૂત્રને સાકાર કરી ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત થયેલ CAA એક્ટ-૨૦૧૯ અંતર્ગત પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલ બાંધવોને ભારતીય નાગરિકતા મળે એ હેતુ થી તેમની સહાયતા અર્થે વિસ્થાપિત હિન્દુ સહાયતા કેન્દ્રના શુભારંભનું આયોજન મોરબીમાં કરવામાં આવ્યું હતું અને તા ૧૧/૪ ને ગુરુવારે સાંજે ૫:૦૦ વાગ્યે જૂના શિશું મંદિર, મોરબી ખાતે આ કેન્દ્રને શરૂ કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ડો.જયંતીભાઈ ભાડેસિઆ, (પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક-આરએસએસ) તેમજ  પંકજભાઈ મહેતા (પૂર્વ ધારાસભ્ય-રાપર) દ્વારા CAA-૨૦૧૯ ની સંપૂર્ણ માહિતી ઊંડાણપૂર્વક આપવામાં આવી હતી તેમજ પ્રેમ સ્વામિ  (સંસ્કાર ધામ-મોરબી) દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જયંતીભાઈ કવાડિયા (ઉપાધ્યક્ષ  ગુજરાત પ્રદેશ ભાજપ), મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા વિપુલભાઈ અઘારા (પ્રાંત પ્રચાર પ્રમુખ-આરએસએસ) હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં હાજર વિસ્થાપિત હિન્દુ બાંધવોને ભારતમાતાના ફોટા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બાંધવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની આભાર વિધિ જે.પી. જેસ્વાણી દ્વારા કરવામાં આવેલ હતી અને કાર્યક્રમનું સફળ સંચાલન રવિન્દ્રભાઇ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું




Latest News