મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં આર.કે. ઘૂઘરાની દુકાને મહિલા વેપારીને ગાળો આપીને નુકશાન કરનારા ત્રણ શખ્સોની ધરપકડ


SHARE









મોરબીમાં આર.કે. ઘૂઘરાની દુકાને મહિલા વેપારીને ગાળો આપીને નુકશાન કરનારા ત્રણ શખ્સોની ધરપકડ

મોરબીમાં નવા બસ સ્ટેશનમાં આર.કે. ઘુઘરાની દુકાને મહિલા વેપારી બેઠેલ હતી ત્યારે કોઈપણ કારણો વગર તેને ગાળો આપવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ ત્યાં દુકાનની બહાર રાખવામાં આવેલ ટેબલ ખુરશી અને કાઉન્ટરના ઘા કરીને તેમાં નુકસાની કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે પોલીસે ૩ શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાઘપરા શેરી નં-૧૪ માં રહેતી અને સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનમાં આર.કે. ઘુઘરા નામની દુકાન ધરાવતી મહિલા મીરાબેન સનતભાઈ દુબલ જાતે બ્રહ્મ ક્ષત્રિય (૩૨) નામની યુવતીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તોફિક ઈબ્રાહીમ ચાનિયા રહે. પરસોતમ ચોક મોરબી, કાનજી રાવળ રહે. મોરબી અને એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, મોરબીના સનાળા રોડ ઉપર આવેલ તેની આર.કે. ઘુઘરા નામની દુકાને આરોપીઓ આવ્યા હતા અને કોઈપણ કારણ વગર ફરિયાદીને ગાળો આપી હતી અને બોલાચાલી કરીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલું જ નહીં પરંતુ તેની દુકાનની બહાર પડેલા ટેબલ ખુરશી અને કાઉન્ટરના ઘા કરીને તેમાં નુકસાની કરવામાં આવી હતી જેથી યુવતીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી આ ગુનામાં તોફિક ઉર્ફે ભયલો ઈબ્રાહીમ ચાનિયા (૩૧) રહે. કાલિકા પ્લોટ પરસોતમ ચોક પાસે મોરબી, કાનજી ધનજીભાઈ મેર જાતે રાવળદેવ (૪૧) રહે. કાલિકા પ્લોટ મોરબી અને નરેશ ઉર્ફે કાનો રમેશભાઈ લારુકિયા જાતે રાવળદેવ (૩૯) રહે. રામકૃષ્ણનગર મોરબી-૨ વાળાની મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.બી. ઝાલા દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે




Latest News