મોરબી ભાજપના આગેવાને પિતાની પુણ્યતિથિએ વૃદ્ધાશ્રમમાં વડીલોને કરાવ્યુ ભોજન
હળવદની સાઇન કોટ્સ્પીન કંપનીમાં કપાસની ગાંસડી માથે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત
SHARE
હળવદની સાઇન કોટ્સ્પીન કંપનીમાં કપાસની ગાંસડી માથે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત
હળવદ નજીક મોરબી ચોકડી પાસે આવેલ કારખાનામાં કપાસની ગાંસડી ગોઠવવાનું મજૂરી કામ કરતા યુવાન ઉપર કપાસની ગાંસડી પડી હતી જેથી તેને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં મહર્ષિ ગુરુકુળની પાછળના ભાગમાં આવેલ સિદ્ધિવિનાયક સોસાયટી પ્લોટ નંબર-૫૭ મકાન નં-૩ માં રહેતો કેવલભાઈ દશરથભાઈ રાવળ (૩૦) નામનો યુવાન હળવદની મોરબી ચોકડી પાસે આવેલ સાઇન કોટ્સ્પીન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં મજૂરી કામ કરતો હતો અને ત્યાં કપાસની ગાંસડીની થપ્પી કરવાનું કામ કરતો હતો દરમિયાન કપાસની ગાંસડી તેના માથે પડતા ગાંસડી નીચે દબાઈ જવાથી તે યુવાને માથામાં અને છાતીના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને તેનો મોટો ભાઈ કૌશિકભાઈ દશરથભાઈ રાવળ (૩૨) રહે. સિદ્ધિવિનાયક સોસાયટી હળવદ વાળો સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ એસ.ડી. સરૈયા ચલાવી રહ્યા છે
વરલી જુગાર
વાંકાનેરના પ્રતાપ રોડ ઉપર ઝાલા હોસ્પિટલ પાસે બેન્કની સામેના ભાગમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડા ૧૦,૭૦૦ તથા ૫,૦૦૦ રૂપિયાની કિંમત મોબાઈલ મળીને ૧૫,૭૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી ઈકબાલભાઈ અશરફભાઈ ચૌહાણ જાતે સિપાહી/મુસ્લિમ (૨૩) રહે. પ્રતાપ રોડ સિપાઈ શેરી વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સ જુબેદ યાકુબભાઈ ભટ્ટી રહે. મિલ પ્લોટ વાંકાનેર વાળા પાસે વરલી ફિચરના આંકડાની કપાત કરાવતો હોવાની માહિતી સામે આવતા તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે