મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

વાંકાનેરના વીરપર ગામ નજીક ખાણના ખાડામાં ધમધમતી દારૂની ભઠ્ઠી ત્રણ ભઠ્ઠી ઉપર રેડ: બુટલેગરોની શોધખોળ !


SHARE







વાંકાનેરના વીરપર ગામ નજીક ખાણના ખાડામાં ધમધમતી દારૂની ભઠ્ઠી ત્રણ ભઠ્ઠી ઉપર રેડ: બુટલેગરોની શોધખોળ !

વાંકાનેર તાલુકાના વીરપર ગામે સોરસાગો તરીકે ઓળખાતી સીમમાં આવેલ ખાણના ખાડામાં જાહેરમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની ત્રણ ભઠ્ઠીઓ ઉપર રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો તેમજ તૈયાર દેશીદારૂ સહિતનો મુદામાલ પોલીસે સ્થળ ઉપરથી કબજે કરેલ છે જો કે, ત્રણમાંથી એક પણ ભઠ્ઠી ચલાવનાર બુટલેગર પકડાયેલ નથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના વીરપર ગામની સોરસગો તરીકે ઓળખાતી સીમમાં ખાણમાં પડેલા ખાડાઓમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની સ્થાનિક પોલીસની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતો ૧૩૦૦ લીટર આથો તેમજ ૨૫ લિટર તૈયાર દેશી દારૂ અને અન્ય સાધનો ૧૫૫૦ રૂપિયાની કિંમતના આમ કુલ મળીને ૪૬૫૦ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને આ દેશી દારૂની ભઠ્ઠી આરોપી ભાવેશ મસાભાઈ ઉર્ફે મશરૂભાઈ વિજવાડીયા જાતે કોળી રહે. ભીમગુડા ગામની સીમ રામદેવપીરના મંદિર સામે વાળાની હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે તેની એસએમે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. આવી જ રીતે ત્યાં પાણીની ખાણમાં દારૂની બીજી રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી તૈયાર દેશી દારૂ ૪૭ લિટર અને દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૮૮૦ લિટર આથો અને અન્ય મુદામાલ મળીને કુલ ૪૨૫૦ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કરેલ છે જોકે, ત્યાં પણ આરોપી હાજર ન હતો અને આ દેશી દારૂની ભઠ્ઠી સેલાભાઈ શામજીભાઈ ડાંગરોચા જાતે કોળી રહે. વીરપર તાલુકો વાંકાનેર વાળાની હોવાનું સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અને આ જ વિસ્તારમાં દેશી દારૂની ત્રીજી ભઠ્ઠી ઉપર રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતો ૧૭૦૦ લીટર આથો તથા તૈયાર ૫૦ લીટર દારૂ અને અન્ય મુદ્દામાલ મળીને ૫૯૫૦ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી મળી આવ્યો હતો જો કે, ત્યાં પણ આરોપી હાજર ન હતો અને આ દેશી દારૂની ભઠ્ઠી વિજય અશોકભાઈ ચારલા જાતે કોળી રહે. નવા ઢુવા તાલુકો વાંકાનેર વાળાની હોવાનું સામે આવતા તેની સામે પણ ગુનો નોધી તેને પકડવા માટે પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

દેશી દારૂ

ટંકારા તાલુકાના નેકનામથી વાછકપર તરફ જતા ડામર રોડ ઉપરથી પસાર થઈ રહેલા એકટીવા નંબર જીજે ૩ એમજે ૪૮૭૩ ને રોકીને પોલીસે ચેક કરતા ૫૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી ૧૦૦૦ ની કિંમત તો દારૂ તથા ૧૫૦૦૦ રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને ૧૬,૦૦૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલની સાથે આરોપી નવનીતભાઈ શામજીભાઈ દારોદરા જાતે કોળી (૪૦) રહે. નેકનામ તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી કલ્પેશભાઈ દારોદરા રહે. કોઠારીયા તાલુકો કુવાડવા જીલ્લો રાજકોટ વાળાનું નામ સામે આવતા તેની સામે પણ ગુનો નોધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂ

મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ૧૦૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨,૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સુમિતભાઈ જયેશભાઈ થળોદા જાતે પટેલ (૪૬) રહે. પાવડીયારી કેનાલ પાસે ઝૂંપડામાં મોરબી મૂળ રહે. અમદાવાદ વાળાની ધરપકડ કરેલ છે અને તેને ઇકબાલ ગુલમામદ ઉર્ફે ગુલામભાઇ માણેક મિંયાણા રહે. વીસીપરા મોરબી વાળા પાસેથી દારૂનો જથ્થો મેળવ્યો હોવાનું સામે આવતા મોરબી તાલુકા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News