વાંકાનેરના વીરપર ગામ નજીક ખાણના ખાડામાં ધમધમતી દારૂની ભઠ્ઠી ત્રણ ભઠ્ઠી ઉપર રેડ: બુટલેગરોની શોધખોળ !
માળીયા (મી)ના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીની મેટોડા જીઆઈડીસીના કારખાનામાંથી ધરપકડ
SHARE
માળીયા (મી)ના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીની મેટોડા જીઆઈડીસીના કારખાનામાંથી ધરપકડ
માળીયા મીંયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩ માં આઈ.પી.સી. કલમ ૩૬૩ ,૩૬૬ તથા પોક્સો એકટ કલમ ૧૮ મુજબના ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં ચાર માસથી નાસ્તો ફરતો આરોપીને રાજકોટ જિલ્લાના મેટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબીના સીપીઆઇ એન.એ.વસાવા અને તેની ટીમ આરોપીઓને પકડવા માટે તજવીજ કરી રહી છે તેવામાં માળીયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશને તા ૧૩/૧૨/૨૦૨૩ માં આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬, પોકસો એકટ કલમ ૧૮ મુજબના ગુન્હો નોંધાયો હતો અને આ ગુન્હામાં ચાર માસથી આરોપી નાસ્તો ફરતો હતી જે આરોપી રાજકોટ જિલ્લાના મેટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં હોવાની ખાનગી રાહે માહીતી મળેલ હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને આરોપી મહેશભાઈ મોહનભાઈ ભંખોડીયા (૨૪) રહે. ચાંચાવદરડા તાલુકો માળીયા (મીં) વાળાની મેટોડા જી.આઈ.ડી.સી. ખાતે હાઈમેક કાસ્ટીંગ કારખાનામાથી ધરપકડ કરી હતી અને આ આરોપીને હાલમાં માળીયા પોલીસ હવાલે કરવામાં આવેલ છે આ કામગીરી સીપીઆઈ એન.એ. વસાવા તેમજ સુરેશભાઈ આર.ચાવડા, અરવિંદસિંહ ડી. પરમાર, નીલોફરબેન યુ. અબ્દાન, કૌશિકભાઈ બી.મણવર, અને મહેશભાઈ આર. ચાવડાએ કરી હતી