મોરબીમાં મંગળવારે ગુરુ નાનક જયંતી ઉજવાશે: શોભાયાત્રા-લંગર પ્રસાદનું આયોજન મોરબીમાં સંવિધાન દિવસની ઉજવણીની રૂપરેખા આપવા માટે પ્રદેશ ભાજપના સહપ્રવક્તાની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ માળીયા (મી)માં આવેલ દેવ સોલ્ટના સ્થાપકને ડૉ.દેવેન્દ્રસિંહ ઝાલાએ 86 વર્ષે સોલ્ટ ટેકનોલોજીમાં માનદ ડોક્ટરેટની પદવી મેળવી હળવદ-ધ્રાંગધ્રા ભાજપ પરિવારનું સાંસદ, ધારાસભ્ય, પૂર્વ મંત્રીઓની હાજરીમાં સ્નેહમિલન યોજાયું મોરબી ખાતે એનપીએસ સંચય દ્વારા ખેડૂતો અને ગ્રામ્ય ઉદ્યોગકારોને પેન્શન સાથે જોડવાની પહેલ નવી ઊર્જા, નવો સંચાર અને નવા સંકલ્પ: વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં ભાજપનું સ્નેહમિલન યોજાયું મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં કોઈ સંગઠન કે વ્યક્તિના દબાણમાં આવીને કાર્યવાહી ન કરવા લઘુમતી સમાજની કમિશનરને રજૂઆત મોરબીમાં રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરનાં પૂર્વ નગરપતિ આયોજિત રાસ ગરબાના સમાપન સમારોહમાં ઈનામો - સન્માનપત્ર અર્પણ કરાયા


SHARE







































વાંકાનેરનાં પૂર્વ નગરપતિ આયોજિત રાસ ગરબાના સમાપન સમારોહમાં ઈનામો - સન્માનપત્ર અર્પણ કરાયા

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનાં ટાઉનહોલ ખાતે નવરાત્રિ અંતર્ગત પૂર્વ નગરપતિ દ્વારા યોજાયેલ ભવ્ય રાસ ગરબા મહોત્સવ ગઈ કાલે સંપન્ન થયો હતો અને વિજેતા બહેનોને હજારોનાં રોકડ પુરસ્કાર તથા સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યાં હતાં.
પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા ટાઉન હોલ ખાતે નવરાત્રિ અંતર્ગત ભવ્ય રાસગરબા મહોત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, સ્પર્ધા દરમ્યાન વિવિધ કેટેગરીમાં વિજેતા બહેનોને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યાં હતાં, ભાતીગળ વેશભૂષા, આભૂષણો સાથે સજ્જ બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી, માં નવદુર્ગાની આરાધના રૂપી આ ભવ્ય મહોત્સવમાં સમગ્ર વાંકાનેર શહેરનાં બહેનોએ હોશભેર ભાગ લીધો હતો, અને અંતિમ દિવસે આ મહોત્સવમાં ભાગ લેનાર બહેનોને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યાં હતાં, તથા ગરબી મંડળની બાળાઓને સોનાની ચૂક તથા બૂટીની લ્હાણી આપવામાં આવી હતી, પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા આવું સુંદર અને શિસ્તબધ આયોજન કરવામાં આવતાં શહેરીજનો દ્વારા શુભેચ્છાનો ધોધ વરસાવવામાં આવ્યો હતો.














Latest News