માળીયા (મી)ના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીની મેટોડા જીઆઈડીસીના કારખાનામાંથી ધરપકડ
મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પદે પુષ્પરાજસિંહ જાડેજાની વરણી
SHARE
મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પદે પુષ્પરાજસિંહ જાડેજાની વરણી
મોરબી જીલ્લામાં કોંગ્રેસનાં નવા હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પદે પુષ્પરાજસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે કિશોરભાઈ ચીખલીયાની વરણી કરવામાં આવ્યા બાદ તાલુકા અને શહેર કોંગ્રેસમાં નવા હોદેદારો સહિતની ટીમ તૈયાર કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જીલ્લામાં અગાઉ એનએસયુઆઈ અને યુવા કોંગ્રેસમાં પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળનારા લડાયક યુવા આગેવાન પુષ્પરાજસિંહ જાડેજાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વરણી કરી છે જેથી કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકરો દ્વારા આ વરણીને આવકારવામાં આવેલ છે.