મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ મદીના પેલેસના પાર્કીંગમાંથી ૯૬ બોટલ દારૂ સાથે એકની ધરપકડ: એકની શોધખોળ


SHARE

















મોરબીમાં આવેલ મદીના પેલેસના પાર્કીંગમાંથી ૯૬ બોટલ દારૂ સાથે એકની ધરપકડ: એકની શોધખોળ

મોરબીમાં અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ મદીના પેલેસના પાર્કીંગમા દારૂની રેઇડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂ ૯૬ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૬,૯૬૦ નો દારૂનો જથ્થો કબ્જે કરીને એક આરોપીની ધરપકડ કરેલ છે જો કેએક શખ્સ પોલીસને જોઈને નાશી ગયેલ છે જેથી તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે આર.પી. રાણા, ધર્મેન્દ્રભાઇ વાઘડીયા અને સિધ્ધરાજસીંહ જાડેજાને બાતમી મળી હતી તેના આધારે મોરબી અયોધ્યાપુરી રોડ મદીના પેલેસના પાર્કીંગમા દારૂની રેઇડ કરી હતી ત્યારે ત્યાથી દારૂની ૯૬ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૬,૯૬૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી મુસ્તાકભાઇ જુસબભાઇ કટીયા (૨૧) રહે. મચ્છીપીઠ ઇદગાહ રોડ મચ્છુમાની જગ્યા સામે મોરબી હાજર હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી જો કે, પોલીસને જોઈને આરોપી સલીમ જુસબભાઇ કટીયા રહે. મચ્છપીઠ ઇદગાહ રોડ મચ્છુમાની જગ્યા સામે મોરબી વાળો ભાગી ગયો હતો જેથી કરીને પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે આ કામગીરી પીઆઇ એચ.એ. જાડેજાની સૂચના મુજબ આર.પી.રાણા, ધર્મેન્દ્રભાઇ વાધડીયા, કિશોરભાઇ મિયાત્રા, સિધ્ધરાજસિંહ જાડેજા તથા સિધ્ધરાજભાઇ લોખીલ દ્વારા કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં લાતી પ્લોટ શેરી નં-૨ પાસે રહેતા મોહનભાઈ જીવરાજભાઈ કંઝારીયા (૬૦) નામના વૃદ્ધ સરદારબાગ સામે સત્યમ પાન વાળી શેરી પાસેથી સાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓની સાયકલને હડફેટે અકસ્માત થયો હતો જેમાં મોહનભાઈને ઇજાઓ થઇ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી




Latest News