મોરબીના ટિંબડી નજીક અજાણ્યુ કેમિકલ પી જતા ઉલટીઓ થવા લાગતાં આધેડ સારવારમાં
મોરબીના જાંબુડીયા ગામ પાસે અજાણ્યા શખ્સે માર મારતા ઇજા પામેલ યુવાન સારવારમાં
SHARE









મોરબીના જાંબુડીયા ગામ પાસે અજાણ્યા શખ્સે માર મારતા ઇજા પામેલ યુવાન સારવારમાં
મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ પાવર હાઉસ નજીક યુવાનને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ એરોસન પાઈને પેલેટ નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો રાહુલ (૨૫) નામનો યુવાન જાંબુડીયા ગામ પાસે પાવર હાઉસ નજીક હતો ત્યારે ત્યાં અજાણ્યા વ્યક્તિ દ્વારા તેને અજાણ્યા સાધન વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ છરી છે અને વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે
માર માર્યો
મોરબીમાં ભડીયાદ કાંટા પાસે રહેતા લક્ષ્મીબેન રમજાનભાઈ પીરજાદા (૨૫) નામની મહિલાને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ એચ.એમ. મકવાણા દ્વારા કરવામાં આવી રહી છે
અકસ્માતમાં ઇજા
ધાંગધ્રાના રહેવાસી પાટડીયા ભરતભાઈ હીરાભાઈ (૪૧) નામનો યુવાન ધાંગધ્રામાં આવેલ શાકમાર્કેટ પાસેથી ચાલીને જય રહ્યો હતો ત્યારે રિક્ષાવાળાએ તેને હડફેટે લેતા અકસ્માતના બનાવમાં તેને પગમાં ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે આ બનાવની આગળની વધુ તપાસ એચ.એમ. મકવાણા દ્વારા કરવામાં આવી રહી છે જોકે બનાવ ધાંગધ્રા તાલુકા પોલીસની હદમાં બનેલ છે જેથી કરીને ત્યાં બનાવની જાણ કરાશે
માર માર્યો
મોરબીના રંગપર ગામ પાસે આવેલ પેન્ટાગોન મિનરલના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતા સિંદૂ માથુર (૨૨) નામના વ્યક્તિને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીના શનાળા રોડે આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે
