મોરબીના જાંબુડીયા ગામ પાસે અજાણ્યા શખ્સે માર મારતા ઇજા પામેલ યુવાન સારવારમાં
મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી ૧.૫૯ લાખની ચોરીના ગુનામાં બે શખ્સની ધરપકડ
SHARE









મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી ૧.૫૯ લાખની ચોરીના ગુનામાં બે શખ્સની ધરપકડ
મોરબીના નવા ડેલા રોડ ઉપર ઘાંચી શેરીના નાકા પાસે એકટીવા વેપારીએ મૂક્યું હતું જે એકટીવાની ડેકીમાંથી રોકડા ૧.૫૯ લાખની ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા વેપારીની ફરિયાદ લઈને પોલીસે આરોપીઓને પકડવામાં તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્ક શેરી નં-૧ માં રહેતા અને મોરબીના તખ્તસિંહજી રોડ ઉપર દુકાન ધરાવતા વેપારી જમનાદાસ સુગારામ ગુવાલાણી જાતે સિંધી (૭૦) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ગત તા.૫/૪ ના રોજ બપોરે ૩:૩૦ વાગ્યાના અરસામાં મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ ઘાંચી શેરીના પાસે તેણે પોતાનું એકટીવા નંબર જીજે ૩૬ કયું ૫૦૨૨ પાર્ક કરીને મૂક્યું હતું અને ગણતરીની મિનિટોના એકટીવાની ડેકી તોડીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રોકડા રૂપિયા ૧.૫૯ લાખની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ વેપારી દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેના આધારે પોલીસે આરોપી સુજીતભાઈ નારજીભાઈ ઈન્દ્રેકર જાતે છારા (૫૦) તથા ચેતન ઉર્ફે ચિંટુ વિજયભાઈ ઘમંડે જાતે છારા (૩૩) રહે. બંને કુબેરનગર છારાનગર સિંગલ ચાલી અમદાવાદ વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ઝેરી દવા પીધી
મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે સીરામીક કારખાનામાં કામ કરતી અને ત્યાં લેબર કવાર્ટરમાં રહેતી ચંચીબેન રાઠવા (૨૧) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી હતી જેથી તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ જે.પી. પટેલ ચલાવી રહ્યા છે તેઓની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, યુવતી હાલમાં બેભાન હાલતમાં સારવાર હેઠળ છે
