Morbi Today
વાંકાનેર શહેર ભાજપ ટીમ- સ્ટેટ કેસરીદેવસિંહ દ્વારા ગરબા રમતી બાળાઓને પ્રોત્સાહિત કરાઇ
SHARE
વાંકાનેર શહેર ભાજપ ટીમ- સ્ટેટ કેસરીદેવસિંહ દ્વારા ગરબા રમતી બાળાઓને પ્રોત્સાહિત કરાઇ
વાંકાનેર શહેર ભાજપની ટીમ અને સ્ટેટ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા વાંકાનેરની જુદી-જુદી ગરબીની મુલાકાત લેવામાં આવી હતી અને ગરબે રમતી બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી આ તકે ગઢની રાંગે જગદીશભાઈ જોશી દ્વારા સંચાલિત બહુચરાજી ગરબી અને નર્મદેશ્વર ગરબીમાં આગેવાનો ગયા હતા ત્યારે સ્ટેટ કેસરીદેવસિંહ ઝાલા, વાંકાનેર શહેર પ્રમુખ પરેશભાઇ મઢવી, મહામંત્રી કે.ડી ઝાલા, ઉપપ્રમુખ અમિતભાઈ શાહ, હિરેનભાઈ ખીરૈયા, બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ અમુભાઈ ઠકરાણી હાજર રહ્યા હતા તેવું મીડિયા ઇન્ચાર્જ હિમાંશુભાઈ ગેડીયા અને વિનોદભાઈ રાઠોડએ જણાવ્યુ છે









