હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી મોરબીમાં જુગારની બે રેડ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 7 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં મારી બહેન સાથે કેમ પ્રેમ સંબંધ રાખેશ કહીને છરી-પાઇપ વડે હુમલો: જાનથી મારી નાંખવાની ધમકી


SHARE











મોરબીના લાતી પ્લોટમાં મારી બહેન સાથે કેમ પ્રેમ સંબંધ રાખેશ કહીને છરી-પાઇપ વડે હુમલો: જાનથી મારી નાંખવાની ધમકી

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં યુવાન ઉપર છરી તેમજ પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલ યુવાનના ભાઈ તથા અન્ય એક વ્યક્તિ દ્વારા વળતો હુમલો તેના ઘરે જઈને કરાયો હતો આમ બંને પક્ષોએથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધાવી આગળની તપાસ શરૂ કરી છે અને યુવતીના સાથે પ્રેમ સંબંધ રાખવા મુદ્દે બોલાચાલી ઝઘડો થયા બાદ છરી તેમજ પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને બાદમાં વળતો હુમલો કરવામાં આવ્યો હતો જે અંગે ફરિયાદ નોંધાતા હાલ પોલીસે આગળની રાબેતા મુજબની તપાસ સાથે કરી છે

મારામારીના ઉપરોક્ત બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટમાં શેરી નં-૨ માં અમિત સુરેશભાઈ ઝિંઝુવાડીયા કોળી (૨૪) રહે. ગણેશનગર વાવડી રોડ મોરબી વાળા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ઇજા પામેલ અમિત ઝિંઝુવાડીયાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બાદમાં સારવાર કરવામાં આવી હતી અને તેને સારવાર બાદ વાવડી રોડ ઉપરના ગણેશનગર વિસ્તારમાં જ રહેતા રાજન હેમુ ડાભી, ભરત ડાભી અને હેમંતભાઈ ડાભી સામે ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેમણે જણાવ્યું હતું કે રાજન હેમત ડાભીએ તેને કહ્યું હતું કે મારી બહેન સાથે પ્રેમ સંબંધ કેમ રાખે છે તેમ કહીને ઝઘડો બોલાચાલી કરી હતી ગાળો આપી હતી અને ઢિકાપાટુ અને લાતો વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી દરમિયાનમાં રાજન ડાભીએ છરી વડે ફરિયાદી અમિતને માથાના ભાગે ઘા માર્યો હતો અને ઈજા પહોંચાડી હતી તેમજ ભરત ડાભીએ પાઇપ વડે અમિતને ફટકાર્યો હતો તથા હેમંતભાઈ ડાભીએ ઉપરોક્ત બંનેનું ઉપરાણું લઈને મદદગારી કરી હતી હાલ અમિતભાઈ કોળીની ફરિયાદ લઈને એ ડિવિઝન પોલીસે રાજન ડાભી, ભરત ડાભી અને હેમત ડાભી સામે મારામારી સંદર્ભે ફરિયાદ નોંધી છે જેની તપાસ તે બીટ વિસ્તારના જમાદાર એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

જ્યારે અમિતભાઈ કોળીને માર મારવામાં આવતા તેનો ભાઈ વિશાલ સુરેશ ઝીંઝુવાડીયા અને સંજય લવજીભાઈ અગેચાણીયા નામના બે યુવાનોએ હેમંતભાઈ અવચરભાઈ ડાભી જાતે સતવારા (૩૭) રહે. ગણેશનગર વાવડી રોડ વાળાના રહેણાક મકાન ખાતે જઈને ત્યાં હેમંતભાઈ ડાભીને માર માર્યો હતો અને ઢીકાપાટુનો માર મારીને ઝઘડો કર્યો હતો જે મુદ્દે હેમંતભાઈ અવચરભાઈ ડાભીએ વિશાલ સુરેશ ઝીંઝવાડીયા અને સંજય લવજી અગેચાણીયાની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વળતી ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું હતું કે, તેઓના ભાઈ અમિતભાઈને માર મારવામાં આવ્યો હતો જેનો રોષ રાખીને સામેવાળાઓ ઘરે આવ્યા હતા અને ફરિયાદી સાથે ઝઘડો કરી ગાળો આપ્યા બાદ ઢીકાપાટુનો મારા માર્યો હતો જેની પણ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ. ઝાપડિયા ચલાવી રહ્યા છે

વાહન અકસ્માતમાં બે ને ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ પાસે ગત તા.૨૯-૪ ના વહેલી સવારે પાંચેક વાગ્યે બે ટ્રક વચ્ચે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં આગળ જતા ટ્રકની પાછળ અન્ય ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માત બનાવમાં બે લોકોને ઇજાઓ પહોંચી હતી જેમાં ઓમારામ ભીખારામ ચૌધરી (૩૨) રહે જોધપુર રાજસ્થાન અને હરેશસિંહ રામસિંગ મંડલોય (૩૧) રહે. બાગપુરા મધ્યપ્રદેશ વાળાઓને ઇજાઓ પહોંચતા બંનેને મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર એ.એમ. ઝાપડિયા દ્વારા બનાવની નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી હતી.






Latest News