મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત


SHARE







મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત

મોરબી કમલમ ખાતે ગઇકાલે મહાપાલિકાના 13 વોર્ડ માટેની સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી અને ત્યારે પ્રદેશમાંથી મૂકવામાં આવેલ અમદાવાદના ધારાસભ્ય અમિતભાઈ શાહ તેમજ પુષ્પાબેન મિસ્ત્રી અને રુચિરભાઈ ભટ્ટ દ્વારા ભાજપના આગેવાનોને બોલાવીને તેઓની સેન્સ લેવામાં આવી હતી. ત્યારે મોરબીમાં આલાપ રોડ ઉપર આવેલ આલાપ પાર્કમાં રહેતા સામાજીક કાર્યકર સરડવા બાબુલાલ મોહનભાઇએ લેખિતમાં રજૂઆત કરી હતી જેમાં તેઓએ આગામી ચૂંટણીમાં મોરબી કોર્પોરેશન માટે સ્વચ્છ (ફ્રેસ) છબી ધરાવતા ચહેરાઓને ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવે તેવી માંગણી અને લાગણી વ્યક્ત કરી છે.

વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, મોરબી પાલિકાની છેલ્લી ચુંટણીમાં 52-52 ભાજપના સભ્યોને સારા ભવિષ્ય માટે લોકોએ ચૂંટયા હતા. પરંતુ તેમણે ખુબ જ ભ્રષ્ટાચાર કરીને મોરબીની જનતાની આશા ઉપર પાણી ફેરવેલ છે અને પાર્ટીની ઈમેજને પણ ઘણુ નુકશાન કર્યું છે. રાજ્યના વર્તમાન શ્રમમંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ખુદ જાહેરમાં કહેતા હતા કે નગરપાલિકાની બોડીએ ખુબ જ ભ્રષ્ટાચાર કરીને નગરપાલિકાને તળીયા જાટક કરી નાખેલ છે. જેથી ચૂંટણીમાં જુના એક પણ કોર્પોરેટરને ટીકીટ આપવા માટેની રજૂઆત કરી છે.

હલમ કેન્દ્રમાં તેમજ રાજય ભાજપની સરકાર સારી કામગીરી કરી રહી છે પરંતુ સ્થાનિક કક્ષાએ કોર્પોરેશનમાં સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવાની જરૂર છે. અને ખાસ કરીને મોરબીના ભાજપના ઉમેદવારોમાં ઉદ્યોગપતિ, વેપારી, ડૉકટરો, એડવોકેટ, એન્જીનીયરો, સામાજીક કાર્યકરોમાંથી પસંદ આપવામાં આવે તો ભાજપની ઇમેજ સારી થશે અને શહેરનો સારો વિકાસ થશે તેવી લાગણી વ્યક્ત કરી છે. મોરબીના વોર્ડ નં. 12 માં આવતા આલાપ પાર્કમાં પાલિકા તરફથી રોડના કામ મંજુર થયા હતા જો કે, ચૂંટાયેલા સભ્યએ પોતાના અંગત હીત માટે તેણે બંધ કરાવેલ હતા જેથી આવા અંગત સ્વાર્થવાળા આગેવાનોને ટિકિટ ન આપવામાં આવે તેવી માંગણી કરી છે.






Latest News